1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘બંટી ઓર બબલી 2’-  રાની મૂખર્જી અને સૈફ અલીખાનનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, નવેમ્બરમાં ફિલ્મ થશે રિલીઝ
ફિલ્મ ‘બંટી ઓર બબલી 2’-  રાની મૂખર્જી અને સૈફ અલીખાનનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, નવેમ્બરમાં ફિલ્મ થશે રિલીઝ

ફિલ્મ ‘બંટી ઓર બબલી 2’-  રાની મૂખર્જી અને સૈફ અલીખાનનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, નવેમ્બરમાં ફિલ્મ થશે રિલીઝ

0
Social Share
  • ફિલ્મ બંટી ઓર બબલીમાં જોવા મળશે રાની મુખર્જી
  • રાની મુખર્જી સાથે સૈફ અલીખાન મુખ્ય ભુમિકામાં
  • આ ફિલ્મના કલાકારોનો ફર્સ્ટ લૂક સામે આવ્યો

મુંબઈઃ-0 ફિલ્મ બંટી ઓર બબલી-2 ને લઈને દર્શકો આતુરતાથઈ રાહ જોઈ રહ્યા છએ, આ ફિલ્મમાં રાની મુખર્જીની સાથે પહેલી ફિલ્મમાં અભિષેક બચ્ચન જોવા મળ્યો હતો જ્યારે હવે તેની જગ્યાએ પડોટી નવાબ સૈફ અલી ખાનને લેવામાં આવ્યો છે,સેફ અને રાની બંટી બબલીની જોડીમાં ઘૂમ મચાવવા હવે તૈયાર છે.

પોતાના દરેક રોલને બખૂબી નિભાવી પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતનારી રાની મુખર્જી ફરી એકવાર તેની યશ રાજ ફિલ્મ્સની અરપકમિંગ ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’માં બબલી ઉર્ફે વિમી તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં તે ફુરસતગંજની ફેશન ક્વીન બની છે.

આ  ફિલ્મની કહાનિ બબલી નિવૃત્ત થઈ ગઈ છે અને બંટી ઉર્ફે રાકેશ સાથે પારિવારિક જીવન જીવી રહ્યો છે. સૈફ અલી ખાન ફિલ્મમાં રાકેશનું પાત્ર ભજવી રહ્યો છે. શુક્રવારે ફિલ્મ ‘બંટી ઓર બબલી 2’નું ટીઝર રિલીઝ થયા બાદ હવે આ ફિલ્મના બંને મુખ્ય કલાકારોનો ફર્સ્ટ લુક પણ જાહેર કરવામાં આવ્યો છે.

આ બદલાયેલી બબલી વિશે રાની કહે છે, “વિમી એક નાનકડા શહેરમાં માત્ર ગૃહિણી તરીકે કંટાળી ગઈ છે. તેને ખ્યાલ આવે છે કે તે જૂના સમયની બબલી છે જેણે અવિશ્વસનીય બનાવટી કરી છે. જો કે તે તેના વિવાહિત જીવનમાં ખુશ છે પરંતુ તે કંઈક બીજું કરવા માંગે છે. તે હંમેશા ફેશન સાથે જોડાયેલી રહી છે, તેથી તે તેને પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. બસ ફેશન ક્વિન બનવા માંગતી બબલીના જીવન પર આ ફિલ્મની કહાનિ આધારિત છે.

“ફિલ્મ ‘બંટી ઓર બબલી 2’માં સૈફ અલી ખાન અને રાની મુખર્જી સિવાય સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાળા પણ  જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે કોમેડિ આ ફિલ્મ 19 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. સૈફ અને રાનીએ અગાઉ ‘હમ તુમ’ અને ‘તા રા રમ પમ’ જેવી લોકપ્રિય ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code