1. Home
  2. ગુજરાતી
  3. જૂના વાહનો માટેની સ્ક્રેપ પોલીસીની જાહેરાત ગડકરી તા.13મીએ ગુજરાતથી કરશે
જૂના વાહનો માટેની સ્ક્રેપ પોલીસીની જાહેરાત ગડકરી તા.13મીએ ગુજરાતથી કરશે

જૂના વાહનો માટેની સ્ક્રેપ પોલીસીની જાહેરાત ગડકરી તા.13મીએ ગુજરાતથી કરશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત અને દેશમાં જુના વાહનોને સ્ક્રેપ કરવા માટેની પોલીસી તૈયાર કરવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા ગત માર્ચ મહિનામાં સ્ક્રેપ વિહિકલ પોલીસીની જાહેર કરી હતી આ પોલિસીના આધારે આગામી 13 ઓગસ્ટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી મહત્વની જાહેરાત કરશે.

જેમાં ગુજરાતમાં સવા કરોડથી વધારે વાહનોને ભંગારવાડે લઈ જવાનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. રિયુઝ, રિડયુઝ અને રિસાઈકલ ત્રણ આર પર આધારિત આ પોલીસીનો રોડમેપ જાહેરાત કરવામાં આવશે. સ્ક્રેપ યાર્ડ મોટાભાગે ઓટોમોબાઇલ હબની આસપાસ બનાવવામાં આવશે ટેકનોલોજીના ઉપયોગથી વાહનો તોડવા તેમજ વાહનોના પાર્ટસનો પુન: ઉપયોગ કરવાને લઈને ભાર આપવામાં આવ્યો છે.

ભારત સરકારની સ્ક્રેપ વિહિકલ પોલીસને લઈને ગુજરાતમાં 13મી ઓગસ્ટે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીનો એક કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે .જેમાં 15 વર્ષ જૂના વાહનોનો સ્ક્રેપ ભંગારવાડે લઈ જઈને નિકાલ કરવાની ટેકનોલોજી સંદર્ભે રોડમેપ જાહેર કરવામાં આવશે. જૂના વાહનોના કારણે રાજ્યમાં સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે આ પ્રદુષણ ની માત્રાને નિયંત્રિત કરવા માટે થઈને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા વારંવાર ભારત સરકાર અને રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે.

જેમાં 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબધં મૂકવો તેવો પણ ભાર મૂકવામાં આવ્યો છે ગત બજેટ સત્ર દરમિયાન ભારત સરકાર દ્વારા તે દિશામાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે પંદર વર્ષ જૂના વાહનો છે. એ વાહનો ભંગાર વાડે લઈ જઈને સ્ક્રેપ કરવા. આ વાહનો ના નિકાલ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે કોઈ મહત્વની સિસ્ટમ અને પોલીસી નહી હોવાથી વાહનો જે–તે સ્થિતિમાં રોડ પર દોડતા રહે છે. પરિણામે વાહન અકસ્માત  પ્રદૂષણ તેમજ ભંગારવાહનોના નિકાલ ના પ્રશ્નો શિરદર્દ સમાન બની ચૂકયા છે.

ગુજરાત સહિત દેશમાં 15વર્ષનું આયખું  પૂર્ણ કરનારા વાહનોના સ્ક્રેપ માટે નવા ઉધોગો ની દિશા ખોલવા ભારત સરકાર તૈયાર છે,  જેના ભાગપે ગુજરાતમાં આવેલા ઓટોમોબાઇલ હબ ની આસપાસ આવા ભંગારવાડા તૈયાર કરવામાં આવશે એ વાત નિશ્ચિત છે. તેમ વાહન વ્યવહાર વિભાગના ટોચના અધિકારી સૂત્રોમાંથી જાણવા મળે છે.

સાણંદ, વિરમગામ, માંડલ, બેચરાજી,અને સાવલી  જયા ઓટોમોબાઇલ સેઝ આવેલા છે તે સેઝની  અંદર જ આ સ્કેપ વિહિકલ યાર્ડ બનશે અને આવતા દિવસોમા ગુજરાત ના ઓટોમોબાઇલ સેકટરમા નવા અધ્યાયનો આરભં થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code