1. Home
  2. revoinews
  3. ગાંધીનગરઃ બાલવા-માણસા રોડને ફોર લેન કરવા માટે રૂ. 40 કરોડના કામોની દરખાસ્તને મંજૂરી

ગાંધીનગરઃ બાલવા-માણસા રોડને ફોર લેન કરવા માટે રૂ. 40 કરોડના કામોની દરખાસ્તને મંજૂરી

0
Social Share

અમદાવાદઃ ગુજરાત સરકારે બાલવા-માણસા રોડને ફોર લેન કરવા માટેની રૂ. 40 કરોડની દરખાસ્તને માત્ર 1 જ મહિનાના ટુંકા સમયગાળામાં મંજૂરી આપી છે. આ માર્ગને ફોરલેન કરવાના કામો માટેની આપેલી મંજૂરીને પરિણામે ગાંધીનગર જિલ્લાના 6 ગામની અંદાજે 2.31 લાખ જનસંખ્યાને ભવિષ્યમાં અવર-જવર માટે વધુ સુવિધાસભર માર્ગ મળશે. એટલું જ નહિ, મહેસાણા જિલ્લાના તેમજ માણસાથી વિહાર, કડા, કુકરવાડા અને વિજાપૂર વચ્ચે આવતા ગામોને પણ આ ફોરલેન રોડનો લાભ આવનારા દિવસોમાં મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા-તાલુકાઓનો વ્યાપક પ્રવાસ કરીને સ્થાનિક પ્રશ્નો, વિકાસ કામોની, રજુઆતો અંગે પદાધિકારીઓ-અધિકારીઓ સાથે બેઠકો યોજવાનો ઉપક્રમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી આ સંદર્ભમાં ગત તા.19 મી મે એ માણસાની મુલાકાતે હતા અને ત્યાં તેમણે અધિકારીઓ-પદાધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં આ બાલવા-ગાંધીનગર માર્ગને 10 મીટર માર્ગથી ફોરલેન કરવા અંગેની રજુઆતો મળી હતી. મુખ્યમંત્રીએ ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપતાં માર્ગ-મકાન વિભાગને બાલવા-માણસા માર્ગને ફોરલેન કરવાની કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપી હતી. તેમજ રૂ. ૪૦ કરોડના કામોની દરખાસ્તને તેમણે મંજૂરી આપી હતી.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code