HomerevoinewsGCCI યુથ કમિટી દ્વારા પ્રેરણાદાયક બિયોન્ડ ધ બાઉન્ડ્રી, ધ કૅપ્ટન્સ માઈન્ડસેટ કાર્યક્રમનું...

GCCI યુથ કમિટી દ્વારા પ્રેરણાદાયક બિયોન્ડ ધ બાઉન્ડ્રી, ધ કૅપ્ટન્સ માઈન્ડસેટ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ, 28 ઑક્ટોબર, 2026 –  GCCI Youth Committee ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની યુથ કમિટી દ્વારા “Beyond the Boundary – The Captain’s Mindset: From Pitch to Boardroom” વિષય પર પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રમતગમત અને વ્યાવસાયિક જીવન વચ્ચેના નેતૃત્વ, પડકારોનો સામનો કરવાની ક્ષમતા તથા સફળતા અને વારસાના નિર્માણ વચ્ચેના સંબંધોને ઉજાગર કરવાનો હતો.

GCCI Youth Committee organizes an inspiring event: 'Beyond the Boundary – The Captain's Mindset'
GCCI Youth Committee organizes an inspiring event: ‘Beyond the Boundary – The Captain’s Mindset’

શ્રી હિતેન વસંત, ઉપપ્રમુખ, GCCI અને શ્રી ધ્રુવિલ પટેલ, માનદ ખજાનચી, GCCI પણ આ સત્ર દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત GCCIના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી હિતેન વસંતના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે રમતગમત વ્યક્તિમાં શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ તથા દબાણ હેઠળ યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

રમતના મેદાન પર પ્રાપ્ત થતા આ ગુણો ઉદ્યોગસાહસિકો, બિઝનેસ લીડર્સ તથા યુવા પ્રોફેશનલ્સ માટે પણ એટલા જ ઉપયોગી છે. તેમણે યુવાનોને પડકારોને તક તરીકે સ્વીકારી ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધતા, resilience, integrity અને collaborative approach વિકસાવવા અનુરોધ કર્યો હતો.

GCCI યુથ કમિટીના ચેરમેન શ્રી હર્ષિલ ખજાનચી દ્વારા Theme Address રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે perseverance, strategic thinking, resilience અને team spirit જેવા રમતગમતના મૂલ્યોને બિઝનેસ અને વ્યાવસાયિક જીવનમાં અસરકારક રીતે અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

GCCI Youth Committee organizes an inspiring event: 'Beyond the Boundary – The Captain's Mindset'
GCCI Youth Committee organizes an inspiring event: ‘Beyond the Boundary – The Captain’s Mindset’

કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શ્રીમતી અંજુમ ચોપરાએ પોતાના ક્રિકેટ જીવનના અનુભવો અને નેતૃત્વની સમજણ રજૂ કરી હતી. તેમણે determination, confidence, discipline, teamwork તથા પડકારો સામે અડગ રહેવાના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ક્રિકેટ ટીમનું નેતૃત્વ અને કોર્પોરેટ સંસ્થાનું નેતૃત્વ વચ્ચેના સામ્યને રજૂ કરતાં leadership under pressure, breaking barriers અને building a lasting legacy અંગે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે GCCI યુથ વિંગના સભ્યોને તેમના અનુભવોમાંથી પ્રેરણા મેળવવાની તેમજ રમતગમતના મૂલ્યોને વ્યક્તિગત વિકાસ, વ્યાવસાયિક શ્રેષ્ઠતા અને અસરકારક નેતૃત્વ સાથે જોડવાની તક મળી હતી. કાર્યક્રમના અંતે GCCI યુથ કમિટીના Co-Chairman શ્રી પ્રીત શાહ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular