1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ લમ્પી વાયરસના ભય વચ્ચે નાના પશુઓમાં જોવા મળ્યો અન્ય એક રોગ
ગુજરાતઃ લમ્પી વાયરસના ભય વચ્ચે નાના પશુઓમાં જોવા મળ્યો અન્ય એક રોગ

ગુજરાતઃ લમ્પી વાયરસના ભય વચ્ચે નાના પશુઓમાં જોવા મળ્યો અન્ય એક રોગ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લમ્પી વાયરસના કેસ સતત સામે આવી રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ગીરસોમનાથમાં લગભગ 385 કેસ નોંધાયાં છે. જો કે, રાહતની વાત એ છે કે,  રાજકોટ, જામનગર, મોરબી અને દ્વારકામાં લમ્પી વાયરસનો એક પણ કેસ નોંધાયો ન હતો. બીજી તરફ નાના પશુઓમાં અન્ય એક રોગ મળી આવતા રોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જૂનાગઢ જિલ્લામાં લગભગ 248 પશુ સંક્રમિત થયા હતા. જ્યારે એક પશુનું મૃત્યું થયું હતું. બીજી તરફ 127 પશુને રસી મુકવામા આવી હતી. પોરબંદર જિલ્લામાં લમ્પી વાયરસના વધુ 35 કેસ નોંધાયા હતા અને 1 અબોલ જીવનું મોત થયુ હતું. અમરેલી જિલ્લામાં 56 કેસ સામે આવ્યા હતા જ્યારે3 અબોલ જીવોના મોત થયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં 46 કેસ નોંધાયા હતા, જ્યારે 199 અબોલ જીવોનુ રસીકરણ કરવામા આવ્યુ હતુ.

રાજ્યમાં લમ્પી વાયરસ બાદ વધુ એક પશુ રોગની એન્ટ્રી થઈ હોવાનું જાણવા મળે છે. હવે ઘેટા-બકરા જેવા નાના પશુઓમાં શીપપોક્સ નામનો રોગચાળો વકર્યો છે. લમ્પી જેવો શીપપોક્સ વાયરસ સુરેન્દ્રનગરના રણકાંઠા ક્ષેત્રમાં ફેલાયાની પુષ્ટી રાજ્યના પશુપાલક નિયામકે કરી છે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code