રાહુલ ગાંધીના પીએમ અને ગૃહમંત્રી અંગેના અપમાનજનક શબ્દોને ગુજરાત ભાજપે વખોડ્યા: જુઓ Video
ગાંધીનગર, 20 મે, 2026 – રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો તેની ભાજપ દ્વારા આકરી ટીકા થઈ રહી છે.
ભાજપના કેન્દ્રીય નેતૃત્વ ઉપરાંત ગુજરાત ભાજપે પણ રાહુલ ગાંધીનાં બેફામ નિવેદનોને વખાડી કાઢ્યાં છે.
ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે આજે આ અંગે પ્રતિભાવ આપતો એક વીડિયો સંદેશો જારી કહ્યો હતો. ડૉ. અનિલભાઈએ રાહુલ ગાંધીના નિવેદનને આકરા શબ્દોમાં વખોડી કાઢતા કહ્યું કે, 100 ચૂંટણી હારી ચૂકેલા રાહુલ ગાંધી હતાશ થઈ ગયા લાગે છે અને તેમણે હવે કોઈ સારા મનોચિકિત્સકને બતાવવું જોઈએ.
ભાજપના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે, કોઈ હેબીચ્યુઅલ ઓફેન્ડરની જેમ રાહુલ ગાંધી અનેક વખત આવા અપમાનજનક શબ્દો અને અપમાનજનક ભાષાનો ઉપયોગ વડાપ્રધાન માટે કરે છે.
ડૉ. અનિલભાઈએ કોંગ્રેસ નેતાને યાદ અપાવ્યું કે તેમની સામે દેશની વિવિધ અદાલતમાં આ અંગેના કેસ ચાલુ છે અને કેટલાક કેસમાં તો તેઓ જામીન ઉપર છે.
ગુજરાત ભાજપના નેતાએ પ્રશ્ન કર્યો કે, શું કોંગ્રેસનું આ જ કલ્ચર છે કેમ કે, થોડા સમય પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ તમામ ગુજરાતીઓ વિશે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો.
જુઓ વીડિયો…


