1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું,આ કારણે આપ્યું રાજીનામું
ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું,આ કારણે આપ્યું રાજીનામું

ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું,આ કારણે આપ્યું રાજીનામું

0
Social Share
  • ગુજરાત ભાજપને મોટો ફટકો 
  • પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પદ પરથી આપ્યું રાજીનામું 
  • વાઘેલાએ રાજીનામાનું કારણ અંગત કારણો ગણાવ્યા 

ગાંધીનગર:ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે, જે બાદ રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પછી પ્રદીપ રાજ્યના બીજા શક્તિશાળી નેતા છે.

ખાસ વાત એ છે કે પ્રદીપસિંહ વાઘેલાએ 7 દિવસ પહેલા રાજીનામું આપી દીધું હતું અને આ રાજીનામું ભાજપના રાષ્ટ્રીય સંગઠને સ્વીકાર્યું છે.

પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યું, ‘હા, મેં રાજીનામું આપ્યું છે.’ પ્રદીપસિંહ વાઘેલા સંગઠનના મહામંત્રી પદે હતા. અગાઉ એવી ચર્ચા હતી કે ભાર્ગવ ભટ્ટે રાજીનામું આપી દીધું છે. એક સાથે રાજીનામા પર ભાજપ વતી કોઈ વાત કરવા તૈયાર નથી. તો હવે પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ રાજકારણ ગરમાયું છે.

પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામાનું કારણ અંગત કારણ જણાવ્યું હતું.ભાજપના મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે,પ્રદીપસિંહ વાઘેલાએ અંગત કારણોસર સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે અને તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. તેમને પાર્ટીથી કોઈ નારાજગી નહોતી, ન તો તેમણે પાર્ટીને ફરિયાદ કરી છે.

રજની પટેલે વધુમાં જણાવ્યું હતું કે પ્રદીપસિંહ વાઘેલા પક્ષના સંનિષ્ઠ કાર્યકર છે અને રહેશે. પરંતુ હવે તે અંગત કારણોસર પાર્ટીથી દૂર રહેવા માંગે છે.

વાઘેલા પર ભ્રષ્ટાચારનો આરોપ હતો. ભાજપના પ્રવક્તા ઋત્વિજ પટેલે કહ્યું કે પ્રદીપસિંહ વાઘેલાએ ખૂબ સારું કામ કર્યું છે. તેમના પર લાગેલા ભ્રષ્ટાચારના તમામ આરોપો પાયાવિહોણા છે. તેમણે અંગત કારણોસર સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. તેઓ ભાજપના શિસ્તબદ્ધ સૈનિક છે.

બીજેપી પ્રવક્તાએ કહ્યું કે પાર્ટી માટે જે પણ કામ આપવામાં આવે, પ્રદીપ તે કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે પરિવર્તન એ વિશ્વનો નિયમ છે. અલગ-અલગ જિલ્લા પ્રમુખોની જવાબદારીઓ બદલાઈ છે. કોઈ રોષ નથી. તેઓ ભવિષ્યમાં પણ કામ કરવા તૈયાર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code