Site icon Revoi.in

ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને QR કોડ સાથે નવી માર્કશીટ અપાશે

Social Share

ગાંધીનગર, 14 મે 2026: Gujarat Board students will be given new marksheets with QR codes  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધારણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ક્યુઆર કોડ સાથેની નવી માર્કશીટ અપાશે. ધોરણ 1- અને 12નું પરિણામ તો જાહેર થઈ ગયું છે પણ હજુ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવી નથી તેથી હવે વિદ્યાર્થીઓને નવા ફોર્મેટવાળી માર્કશીટ આપવામાં આવશે, બોર્ડ દ્વારા નવી તૈયાર કરવામાં આવેલી માર્કશીટ સીબીએસઈ બોર્ડની માર્કશીટ જેવી જ દેખાશે. જેમાં હોલોગ્રામની જગ્યાએ QR કોડ હશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ  આ વર્ષથી માર્કશીટમાં 3 મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે. માર્કશીટની સાઈઝ, QR કોડ, નામ સહિતના કોલમ વધશે. વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં નવી માર્કશીટ પણ મળી જશે. અત્યાર સુધી ગુજરાત બોર્ડની માર્કશીટના પહેલા વિદ્યાર્થીની અટક અને બાદમાં વિદ્યાર્થીનું નામ આવતું હતું, પરંતુ આ વર્ષથી બદલાવ કરવામાં આવતા હવેથી માર્કશીટમાં પહેલા વિદ્યાર્થીનું નામ અને બાદમાં વિદ્યાર્થીની અટક આવશે. CBSE બોર્ડમાં આ ફોર્મેટથી જ માર્કશીટ આપવામાં આવે છે. વિદ્યાર્થીના નામનું મથાળું જેની બાજુમાં વિદ્યાર્થીની અટક અને પિતાના નામ સાથેનું આખું નામ લખાઈને આવતું હતું. જેની જગ્યાએ હવે નામ, પિતાનું નામ અને અટક એમ મથાળું આવશે અને મથાળાની નીચે વિદ્યાર્થીની વિગત આવશે.

 ધોરણ 10 અને 12ની માર્કશીટમાં ત્રીજો મોટો બદલાવ એ હશે કે આ વર્ષથી માર્કશીટમાં QR કોડ આપવામાં આવશે. જે પ્રમાણે સરકારી દાખલામાં QR કોડ હોય છે તે જ રીતે માર્કશીટમાં QR કોડ હશે જે સ્કેન કરવાથી માર્કશીટ વેરીફાઈ પણ થશે.આ માર્કશીટની ડુપ્લીકેટ માર્કશીટ પણ હવેથી નહીં બનાવી શકાય કારણ કે ડુપ્લીકેટ માર્કશીટ સ્કેન થતા જ નકલી હોવાનું જાણી શકાશે. આ ઉપરાંત CBSE માર્કશીટની જેમ ગુજરાત બોર્ડની માર્કશીટની સાઈઝ પણ આર સાઇઝની હશે. જે દર વર્ષની સાઇઝ કરતા વધારે હશે. માર્કશીટના કલરમાં પણ સામાન્ય બદલાવ હશે જે દર વર્ષે કરવામાં આવે છે. આમ ગુજરાત બોર્ડની માર્કશીટ CBSE બોર્ડની જેવી જ હશે.નવી માર્કશીટમાં ખાસ સિક્યુરિટી ફિચર્સ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.

Exit mobile version