1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત ચૂંટણીઃ બીજા તબક્કામાં અંદાજે 58થી 63 ટકા જેટલુ મતદાન, 833 ઉમેદવારોના ભાવી EVMમાં સીલ
ગુજરાત ચૂંટણીઃ બીજા તબક્કામાં અંદાજે 58થી 63 ટકા જેટલુ મતદાન, 833 ઉમેદવારોના ભાવી EVMમાં સીલ

ગુજરાત ચૂંટણીઃ બીજા તબક્કામાં અંદાજે 58થી 63 ટકા જેટલુ મતદાન, 833 ઉમેદવારોના ભાવી EVMમાં સીલ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે 93 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. રાજ્યમાં એકદરે શાંતિના માહોલમાં સરેરાશ 58થી 63 ટકા જેટલું મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં પણ અંદાજે 63 જેટલુ મતદાન થયું હતું. આમ વિધાનસભાની ચૂંટણીમાં કુલ લગભગ સરેરાશ 60 ટકા જેટલુ ઓછુ મતદાન થતા ઉમેદવારો અને રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થયો છે. તા. 8મી ડિસેમ્બરના રોજ ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે.

વિધાનસભાની ચૂંટણીમાં 61 રાજકીય પક્ષોના કુલ 833 જેટલા ઉમેદવારોનું આજે ભાવી ઈવીએમમાં સીલ થયું હતું. સૌથી વધારે સાબરકાંઠામાં 66 ટકા જેટલું જ્યારે અમદાવાદમાં 54 ટકા જેટલુ મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 89 બેઠકો ઉપર 62 ટકા જેટલું મતદાન થયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 788 ઉમેદવારોનું ભાવી 1લી ડિસેમ્બરના રોજ ઈવીએમમાં બંધ થયું હતું. આજે સવારે 8 કલાકે બીજા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો ઉપર મતદાન શરૂ થયું હતું. તેમજ સાંજના પાંચ કલાક સુધી મતદાન થયું હતું. મતદારોમાં ઉત્સાહ નહીં હોવાથી રાજકીય પક્ષો પણ ચિંતામાં મુકાયાં હતા.

ખેડામાં 63, આણંદમાં 59, વડોદરામાં 57, છોટાઉદેપુરમાં 60 ટકા, મહિસાગરમાં 54 પંચમહાલમાં 63 ટકા, છોટાઉદેપુરમાં 62, દાહોદમાં 56, મહેસાણામાં 61, અમદાવાદ શહેર અને જિલ્લામાં 54 ટકા, પાટણમાં 57 ટકા, સાબરકાંઠામાં 66, પાટણમાં 57 ટકા, અરવલ્લીમાં 60.18, બનાસકાંઠામાં 66, ગાંધીનગરમાં 60 ટકા જેટલુ મતદાન થયું હતું. બીજા તક્કાની ચૂંટણીમાં આજે 833 ઉમેદવારોના ભાવી સીલ થયાં છે. તા. 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે અને 1621 ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code