Site icon Revoi.in

ગુજરાતઃ નડિયાદમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

Social Share

અમદાવાદઃ આજે નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવ્યો હતો. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ હજારોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા.

તિરંગો લહેરાવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કર્યું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યુ છે. સરદાર પટેલે કુનેહપૂર્વક એક ભારતનું નિર્માણ કર્યું છે. 

તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ સુરાજ્ય માટે પ્રયત્નશીલ છે, નરેન્દ્રભાઈએ સર્વગ્રાહી વિકાસનો પાયો નાખ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસનો નારો દેશવ્યાપી બન્યો છે. ભારતમાં વિશ્વમાં પાંચમી અર્થવ્યવસ્થા બની છે. 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. ગુજરાતે સવા સાત કરોડ વૃક્ષો વાવ્યા છે. 

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘પ્રધાનમંત્રી મોદીએ આત્મનિર્ભર-વિકસિત-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવન (2047)નું વિઝન આપ્યું છે અને આ વિઝનને હાંસલ કરવા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.’ 

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજે દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે. આજે હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ઉમંગથી જોડાયુ છે. દેશભક્તિના તમામ કાર્યક્રમોમાં ગુજરાત અવ્વલ રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો મંત્ર છે. રાજ્યમાં નવા વેપાર ધંધાની અનેક તકો ઉભી થઇ છે. 

– #GujaratCelebratesIDay
– #NadiadHostsStateLevelIDay
– #IndependenceDayInGujarat
– #GujaratIDayCelebrations
– #NadiadIDayEvents
– #StateLevelIDayCelebrations
– #GujaratProud
– #IDayInNadiad
– #GujaratGovernmentCelebrations
– #75thIndependenceDayGujarat

Exit mobile version