Homeગુજરાતીગુંદામાં રહેલા છે ભરપુર ઓષધિય ગુણોઃ જાણો તેને ખાવાથી થતા ફાયદા

ગુંદામાં રહેલા છે ભરપુર ઓષધિય ગુણોઃ જાણો તેને ખાવાથી થતા ફાયદા

  • ગુંદામાં રહેલા છે અનેક ગુણો
  • આરોગ્ય માટે ગુંદા ગુણકારી

આમ તો સામાન્ય રીતે ગુંદાનો ઉપયોગ આપણે અથાણામાં કરતા હોઈએ છીએ, ગુંદાનું અથાણું અને આથેલા ગુંદા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ આપણે કદાચ જ એ વાત જાણતા હોઈશું કે ગુંદામાં ઘણા બધા આર્યુવેદિક ગુણો સમાયેલા છે, તેને ખાવાથઈ આરોગ્યને ઘણા ફાયદાઓ પણ થાય છે.ગુંદા શરીરને મજબૂત બનાવે છે, તેનું ઉપનામ ભારતીય ચેરી આપવામાં આવ્યું છે.

 

જાણો ગુંદાનો ઉપયોગ અને ફાયદા

  • ગુંદામાં કેલ્શિયમ અને ફોસ્ફરસની માત્રા ભરપુર જોવા મળે છે,જેના કારણે શરીરમાં લોહીની ઉણપ દૂર કરવામાં મદદ મળે છે, આ સાથે જ હાડકાઓ પણ મજબૂકત બને છે.
  • પિત્ત અને કફને દૂર કરવામાં ગુંદાનું સેવન કરવું જોઈએ, તે મળ દ્રારા ખરાબ કચરો બહાક કાઢે છે.
  • સામાન્ય રીતે ગુંદાનું સેવન કરવાથી પેટને લગતી બિમારીઓમાં રાહત થાય છે, જે શરીરને તાકાત પુરી પાડવાની ક્ષમતા ધરાવે છે
  • કેટલાક લોકો કાચા ગુંદાનું શાક બનાવીને તેનો આહાર તરીકે ઉપયોગ કરે છે તો કેટલાક લોકો તેને માત્ર હરદળ અને મીઠૂં નાખીને પાણીમાં આથી તેનું સેવન કરે છે.
  • કાચા ગુંદાનું સેવન કરવાથી પાતન શક્તિ પણ સુધરે છે, પેટમાં રહેલો કૃમિઓનો નાશ કરવામાં ગુંદા કારગાર સાબિત થાય છે
  • ગળાની ખારાશને દૂર કરવા માટે ગુંદાનું સેવન યોગ્ય ગણાય છે.
  • ગુંદાનું સેવન છાતીમાં થતા દુખાવાને મટાડે છે, કારણ કે કફ જામ થવાના કારણે છાતીમાં દુખાવો થાય છે તો તે કફનો નાશ કરવા ગુંદા મહત્વનું કાર્ય કરે છે.
    ગુંદામાં રહેલા છે ભરપુર ઓષધિય ગુણોઃ જાણો તેને ખાવાથી થતા ફાયદાઓ
સંબંધિત લેખો

Most Popular