Homeગુજરાતીગુજરાતવડોદરાના આસોજ ગામે 12 ફુટ લાંબા મહાકાય મગરને વન વિભાગે રેસ્ક્યુ કર્યો

વડોદરાના આસોજ ગામે 12 ફુટ લાંબા મહાકાય મગરને વન વિભાગે રેસ્ક્યુ કર્યો

વડોદરા, 14 ઓગસ્ટ, 2026 : Forest Department rescues a 12-foot-long crocodile. શહેરની વિશ્વામિત્રી નદી અને જિલ્લાના તળાવો અને નદીઓમાં મગરો જોવા મળતા હોય છે. ઘણીવાર મગરો બહાર નીકળીને આજુબાજુના વિસ્તારોમાં લટાર મારવા નીકળી પડતા હોય છે. ત્યારે  શહેર નજીક આવેલા આસોજ ગામમાં 12 ફૂટ લાંબો મહાકાય મગર આવી ચડતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક યુવક નીતિન પટેલ અને લાલુ નિઝામાની મદદથી વન વિભાગની ટીમે મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યુ હતુ.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેર નજીક આવેલા આસોજ ગામમાં 12 ફુટ લાંબો મહાકાય મગર જોતા જ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી, વન વિભાગની રેસ્ક્યુ ટીમે દોડી જઈને મહા મહેનતે ગ્રામજનોના સહકારથી 12 ફુટ લાંબા મગરને પકડીને પાંજરે પૂર્યો હતો. વડોદરા શહેર- જિલ્લામાં મગરોની સંખ્યા વધતા જાય છે.ઉલ્લેખનીય છે કે, 1960માં વિશ્વામિત્રી  નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 420થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.

 મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.

સંબંધિત લેખો

Most Popular