Homeગુજરાતીગુજરાતસુરેન્દ્રનગર જિલ્લામાં PGVCLની 52 ટીમોનું ચેકિંગ, 115 વીજ જોડાણોમાં વીજચોરી પકડાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCLની 52 ટીમોનું ચેકિંગ, 115 વીજ જોડાણોમાં વીજચોરી પકડાઈ

સુરેન્દ્રનગર, 14 ઓગસ્ટ, 2026 : 52 PGVCL teams conduct checks in Surendranagar district જિલ્લામાં PGVCL દ્વારા મોટા પાયે વીજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં કુલ 115 વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ હતી, જેના પગલે ₹70.91 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જિલ્લામાં વીજચોરી સામેની ઝૂંબેશ ચાલુ જ રહેશે.

ઝાલાવાડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરી સામે પીજીવીસીએલ દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.  PGVCLની 49 ટીમોએ ધ્રાંગધ્રા, ગાળા, ખાંભડા, નારીચાના, રાજગઢ, પીપળી, જૈનાબાદ, દસાડા, બજાણા અને અહેમદગઢ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ કર્યું હતું. આ કામગીરી માટે 39 પોલીસકર્મીઓનું રક્ષણ અને 5 વીડિયોગ્રાફરની મદદ લેવામાં આવી હતી. 115 વીજચોરીના કેસ પકડાયા છે. અને 70.91 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે

સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા હાથ ધરવામાં આવેલા વીજ ચેકિંગ અભિયાન દરમિયાન ગઈકાલે પણ 120 વીજ જોડાણોમાં કુલ 58.73 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી. પીજીવીસીએલની 52 ટીમોએ કુલ 749 વીજ જોડાણોની ચકાસણી કરી હતી. આ ચેકિંગ દરમિયાન, વીજ જોડાણ વગરના 85 વીજ ચોરીના કેસ પણ પકડવામાં આવ્યા હતા. જેમાં ગેરકાયદેસર રીતે વીજળીનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. વીજ ચેકિંગ કામગીરી માટે 52 ટીમો બનાવાઈ હતી, જેને 39 પોલીસકર્મીઓ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી અને 5 વીડિયોગ્રાફર્સ પણ તૈનાત કરાયા હતા.

ગઈકાલે વીજ ચેકિંગ ટીમોએ સુરેન્દ્રનગર વર્તુળના આનંદપર, લીંબડી, સાયલા, અંકેવાળીયા, બોરાણા, બ્રહ્મપુરી, ચુડા, ધારાડુંગરી, હડાળા, ખંડિયા, શાપર અને વનાળા જેવા વિવિધ વિસ્તારોમાં તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન, 719 ઘર વપરાશના અને 30 વાણિજ્યિક હેતુ માટેના એમ કુલ 749 વીજ જોડાણોની ચકાસણી કરાઈ હતી. ઝડપાયેલા 120 વીજ ચોરીના કેસોમાં 118 ઘર વપરાશના અને 2 વાણિજ્યિક હેતુ માટેના જોડાણોનો સમાવેશ થાય છે.

સંબંધિત લેખો

Most Popular