Homeગુજરાતીઇઝારાયેલના હુમલામાં માર્યો ગયો હમાસનો ચીફ ઇસ્માઇલ હાનિયા, IRGCએ કરી પુષ્ટિ

ઇઝારાયેલના હુમલામાં માર્યો ગયો હમાસનો ચીફ ઇસ્માઇલ હાનિયા, IRGCએ કરી પુષ્ટિ

હમાસનો ચીફ ઇસ્માઇલ હાનિયા માર્યો ગયો છે. IRGCએ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તેમના ઘરને નિશાન બનાવી કરવામાં આવેલી એક સ્ટ્રાઇકમાં તેમનું મોત થયું.

ઈઝરાયેલે હમાસ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઈઝરાયેલે એક હુમલામાં હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાને મોતને ઘાટ ઉતારી દીધો છે.. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે હમાસના વડા ઈસ્માઈલ હાનિયા અને તેમના એક ગાર્ડને તેહરાનમાં તેમના નિવાસસ્થાનને નિશાન બનાવતા તેઓ માર્યા ગયા છે.

IRGCએ કહ્યું કે હુમલો બુધવારે સવારે થયો હતો અને તેની તપાસ ચાલી રહી છે. IRGCએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. હમાસે હાનિયાના મોત માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું હતું. ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાનિયાની હાજરી અને મંગળવારે ઈરાનના સર્વોચ્ચ નેતા સાથેની તેમની મુલાકાત બાદ આ ઘટના બની હતી.

ઇઝરાયેલ પર હત્યાની શંકા છે!

કોઈએ તરત જ હત્યાની જવાબદારી સ્વીકારી ન હતી, પરંતુ શંકા ઈઝરાયેલ પર પડી, કારણ કે ઈઝરાયેલે 7 ઓક્ટોબરે હમાસના હુમલા પછી ઈસ્માઈલ હાનિયા અને અન્ય હમાસ નેતાઓને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી.. હાનિયા મંગળવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે તેહરાનમાં હતા. હાનિયાની હત્યા કેવી રીતે થઈ તે અંગે ઈરાને કોઈ વિગતો આપી નથી, તો બીજી તરફ ઇઝરાયેલે પણ કોઇ જવાબ આપ્યો નથી.

ઈરાનના સરકારી ટેલિવિઝન પરના વિશ્લેષકોએ તરત જ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું. જો કે, ઇઝરાયેલે પોતે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી, આ હત્યા એવા સમયે થઈ છે જ્યારે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 39,360 થી વધુ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે અને 90,900 થી વધુ ઘાયલ થયા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img