Site icon Revoi.in

અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Social Share

નવી દિલ્હીઃ હવામાન વિભાગએ આજે અરુણાચલ પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે ગુજરાત, કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાણા અને વિદર્ભમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

ઉત્તરપૂર્વ ભારતમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે.દરમિયાન, ઉત્તરપશ્ચિમ ભારતમાં, હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં ભારે વરસાદની આગાહી કરી છે.વધુમાં, આંદામાન અને નિકોબાર ટાપુઓ, બિહાર, જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઝારખંડ અને તેલંગાણામાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે.

Exit mobile version