Homeગુજરાતીગુજરાતગાંધીનગરના મેયર તરીકે હિતેષ મકવાણાની વરણી, ડે.મેયરનો તાજ પ્રેમસિંહના શીરે

ગાંધીનગરના મેયર તરીકે હિતેષ મકવાણાની વરણી, ડે.મેયરનો તાજ પ્રેમસિંહના શીરે

ગાંધીનગરઃ  શહેરમાં  મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભામાં  મેયર તરીકે હિતેષ મકવાણાની તેમજ  ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરાઇ હતી.  જ્યારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.  નવા મેયર હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર અને ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે.

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર બહુમતી મેળવી હતી. આજે મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટાયેલી સભ્યોની પ્રથમ બેઠક મળી હતી.  જેમાં શહેરના પાંચમાં મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી કરાઇ હતી. ભાજપ ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટે મેન્ડેટ આપ્યો હતો. જ્યારે વોર્ડ નંબર – 6 નાં કોર્પોરેટર ગૌરાંગ વ્યાસે દરખાસ્ત મૂકી હતી.અને વોર્ડ – 4 કોર્પોરેટર ભરત દીક્ષિતે ટેકો જાહેર કર્યો હતો.

 

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની  ચૂંટણી કુલ 44 બેઠકમાંથી 41 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે બે બેઠક પર કોંગ્રેસે અને એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો.  મ્યુનિ. કોર્પોરેશનની મેયર પદ પ્રથમ અઢી વર્ષ માટે એસસી માટે અનામત હોવાથી વોર્ડ-4ના ભરતભાઈ શંકરભાઇ દિક્ષિત અને વોર્ડ નં-8ના હિતેશકુમાર પુનમભાઈ મકવાણા રેસમાં હતાં. બીજા અઢી વર્ષ માટે મેયર પદ સ્ત્રી માટે અનામત હોવાથી પ્રથમવાર કોઈ પુરૂષને તક અપાઇ છે.  શહેરના મેયર પદનો તાજ કોને શીરે’ તેવી છેલ્લા 15 દિવસથી ચાલતી ચર્ચાઓનો અંત આવ્યો છે. સવારે ભાજપ શહેર પ્રમુખ રૂચિર ભટ્ટે હિતેશ મકવાણાને મેયર તરીકે જાહેર કરવાનો મેન્ડેટ આપ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે. મ્યુનિ.કોર્પોરેશનના  મેયર સહિતના પદાધિકારીઓના નામ અંગેની ચર્ચા બુધવારે મોડી સાંજે મળેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ હતી. ભૂતકાળમાં થયેલા જૂથવાદના અનુભવોને જોતા આ વખતે ખભે-ખભા મિલાવીને કામ કરે તેવા પદાધિકારીઓ પર ભાર મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular