
.21મી સદીના આકાશમાં ગાજતી રહેશે ભારતીય વાયુસેનાની ગર્જના
.પાડોશી પાકિસ્તાનની વાયુસેના ટોપ-10માં પણ નથી સામેલ
. ભારતીય વાયુસેનાનું રેન્કિંગ આત્મનિર્ભરતા અને રણનીતિક તૈયારીઓનું પ્રતીક
નવી દિલ્હી: વિશ્વના આકાશ પર હવે ભારતીય વાયુસેનાની ગર્જના પહેલા કરતા ઘણી વધારે બુલંદ થઈ ચુકી છે. અમેરિકા અને રશિયા બાદ ભારતની વાયુસેનાને વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી એરફોર્સનો દરજ્જો મળ્યો છે. આ રેન્કિંગ વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોર્ડન મિલિટ્રી એરક્રાફ્ટ (ડબ્લ્યૂડીએમએમએ)એ આપ્યું છે. ડબ્લ્યૂડીએમએમએ વૈશ્વિક સ્તર પર સૈન્ય શક્તિનું વિશ્લેષણ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે ભારતે આ વખતે ચીનને પણ પાછળ પાડી દીધું છે. જ્યારે પાકિસ્તાનની વાયુસેનાને ટોચની 10 એરફોર્સમાં સ્થાન પણ મળ્યું નથી.
ડબ્લ્યૂડીએમએમએના 2025ના રિપોર્ટ મુજબ, અમેરિકા 242.9 ટ્રુવાલ રેટિંગ (ટીવીઆર)ની સાથે પહેલા ક્રમાંકે છે. જ્યારે રશિયા 114.2 ટીવીઆર સાથે બીજા સ્થાને છે. ભારત 69.4 ટીવીઆરની સાથે ત્રીજા સ્થાને છે. એશિયામાં વાયુશક્તિ હોવાનો દાવો કરી રહેલું ચીન 63.8 ટીવીઆર સાથે ભારતથી પાછળ એટલે કે ચોથા સ્થાને છે. ભારત માટે આ ઉપલબ્ધિ માત્ર સૈન્ય શક્તિના સંકેત નથી, પરંતુ આત્મનિર્ભરતા અને રણનીતિક તૈયારીનું પણ પ્રતીક છે.
ડબ્લ્યૂએમએમએનું આ રેન્કિંગ માત્ર વિમાનોની સંખ્યા પર આધારિત નથી. તેમાં ઘણાં માપદંડો સામેલ છે. જેવું કે આધુનિકતા, તકનીકી ગુણવત્તા, પાયલટની તાલીમ, રખરખાવની ક્ષમતા સામરિક પહોંચ અને યુદ્ધની તૈયારી. એટલે કે ભારતની વાયુસેનાએ ચીનથી આગળ નીકળીને સાબિત કરી દીધું છે કે સંખ્યા નહીં, ગુણવત્તા અસલી તાકાત છે.
ભારતીય વાયુસેના આજે દુનિયાની એ ચુનિંદા શક્તિઓમાં સામેલ છે કે જેની પાસે બહુસ્તરીય કોમ્બેક્ટ સ્ટ્રક્ચર છે. રાફેલ, સુખોઈ-30 એમકેઆઈ, મિરાજ-2000 અને તેજસ જેવા અત્યાધુનિક યુદ્ધવિમાન, સ્વદેશી ડ્રોન તકનીક, એરબોર્ન અર્લી વોર્નિંગ સિસ્ટમ અને બ્રહ્મોસ જેવી સુપરસોનિક મિસાઈલ સિસ્ટમે ભારતને સંપૂર્ણપણ આત્મનિર્ભ અને યુદ્ધ માટે તૈયાર બનાવી દીધું છે.
આ વર્ષે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ચીની વિમાનોની હવા કાઢી નાખી હતી. આ માત્ર સામરિક જીત નથી, પરંતુ એ સંદેશ હતો કે ભારતીય પાયલટ હવે કોઈપણ પડકારને પહોંચી વળવા માટે સક્ષમ છે. ટચ ધ સ્કાઈ વિથ ગ્લોરી-નો નારો હવે માત્ર શબ્દ નથી, પણ ભારતની નવી રણનીતિક વાસ્તવિકતા બની ચુક્યો છે.
ચીનનું ડિફેન્સ બજેટ ભારતથી ઘણું વધારે છે, પરંતુ તેની સિસ્ટમ્સ હજીપણ કેન્દ્રીકૃત અને માનવ સંસાધન પર નિર્ભર છે. તેના મુકાબલે ભારતે ટેક્નોલોજિકલ ઈન્ટિગ્રેશન, ચોક્કસાઈ અને નેટવર્ક સેન્ટ્રિક વોરફેરમાં જબરદસ્ત પ્રગતિ કરી છે. સ્વદેશી ઉત્પાદનમાં એચએલએલ, ડીઆરડીઓ અને ખાનગી ડિફેન્સ કંપનીઓની ભૂમિકાથી ભારત હવે માત્ર હથિયાર ખરીદનારો દેશ નથી, પંરતુ સૈન્ય તકનીક બનાવનારો દેશ બની ચુક્યું છે. ભારતની નવી વાયુ રણનીતિ હવે માત્ર સુરક્ષા સુધી મર્યાદિત નથી, પરંતુ ચોક્કાઈસપૂર્વકનો પ્રતિશોધ અને પ્રાદેશિક પ્રભુત્વની નીતિ પર કેન્દ્રિત છે. આ કારણ છે કે ડબ્લ્યૂડીએમએમએના વિશ્લેષણમાં ભારતે ચીનને પાછળ પાડી દીધું છે.
નિશંકપણે, અમેરિકાની વાયુસેના હજીપણ આખી દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી છે. તેની પાસે સેંકડો બોમ્બવર્ષક, હજારો યુદ્ધવિમાનો, વિશાળ ટ્રાન્સપોર્ટ યૂનિટ્સ્ અને દરેક મહાખંડમાં એરબેસ છે. પરંતુ ભારતની સફર અનોખી છે. મર્યાદિત સંસાધાનો છતાં તેણે શિસ્ત, સાહસ અને તકનીકના અદ્યતનપણાથી ખુદને તે સ્થાન પર પહોંચાડયું છે, જ્યાં હવે તે રશિયા અને અમેરિકા જેવી મહાશક્તિઓની શ્રેણીમાં ઉભું છે.
પાકિસ્તાન, જે દશકાઓથી ખુદને ભારતની બરાબરી કરતો દેશ હોવાનો ઢોંગ કરતું રહે છે, પણ આ દેશ વૈશ્વિક યાદીમાં ટોચના 10 દેશમાં પણ સામેલ નથી. તેની વાયુસેનાન ન તો તકનીકના મામલે સક્ષમ છે અને ન તો તેના સંસાધનો ટકાઉ છે. પાકિસ્તાનની પાસે હાલ જેએફ-17 જેવા ચીની યુદ્ધવિમાન ભારતીય રાફેલ અથવા સુખોની તકનીકી ક્ષમતાની આગળ વામણા સાબિત થઈ રહ્ય છે. આ તે પાકિસ્તાન છે કે જે એર સુપીરિયારિટીના નામે પ્રચાર કરતું હતું. પરંતુ હવે તે વૈશ્વિક રેન્કિંગમાં ટોપ-10માં દેખાતું નથી.
આજે ભારત માત્ર પોતાની સીમાઓની જ સુરક્ષા કરનારો દેશ રહ્યો નથી, પણ વૈશ્વિક રણનીતિનો સક્રિય ખેલાડી બની ચુક્યો છે, કે જે મધ્ય એશિયા, હિંદ મહાસાગર અને ઈન્ડોપેસિફકમાં સંતુલન નક્કી કરી રહ્યો છે. ભારતીય વાયુસેના હવે માત્ર સૈન્યશક્તિ નથી, પરંતુ રાષ્ટ્રના સાર્વભૌમતા, સમ્માન અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે. જ્યારે ડબ્લ્યૂએમએમએ જેવી વૈશ્વિક સંસ્થાઓ પણ એ માની રહી છે કે ભારતે ચીનને પાછળ રાખી દીધું છે, તો તે માત્ર એક આંકડો નથી, પરંતુ એક સંદેશ છે, 21મી સદીના આકાશમાં હવે આપણી ગર્જના ગાજી રહી છે.