જો તમે આ રાજ્યના પ્રવાસે જઈ રહ્યા છો તો જાણીલો તમને રહેવા જમવાનું આ ગુરુદ્રારામા મળશે મફ્તમાં
સામાન્ય રીતે ગુરુ દ્રારનું નામ પડે એટલે આપણાને શીખ ઘર્મની યાદ આવે જો કે આ ઘર્મસ્થાન માત્ર શીખ જ નહી તમામ ઘર્મના લોકો માટે ખાસ છે,કેટલાક એવા ગુરુદ્રારા પણ છે જ્યાં તમને ખાવા પીવાની સાથે સાથએ રહેવાની સુવિધા પણ ફ્રીમાં મળે છએ,માત્ર એટલું જ નહી અહીના લંગરમાં દરેક ઘર્મના લોકો જમી પણ શકે છે અને તે દરેક અહી એકસમાન હોય છે .આમતો પ્રવાસી લોકોને એવી જગ્યા ભાગ્યે જ મળે છે જ્યાં તેઓ સસ્તામાં ખાઈ શકે અને રહી શકે. આજે અમે તમને એવા ઘણા ગુરુદ્વારા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં રહેવા અને ખાવાની વ્યવસ્થા બિલકુલ ફ્રી કરવામાં આવે છે. જો તમે પણ આ શહેરોમાં ફરવા જાવ છો તો તમે અહીં રોકાઈ શકો છો.
અમૃતસર
ગુરુદ્રારાનું નામ આવે એટલે અમૃતસરને પ્રથમ સ્થાને યાદ કરવામાં આવે જેને અમૃતસરનું સુવર્ણ મંદિર કહે છે. આ સુવર્ણ મંદિર એટલે કે શ્રી હરિમંદિર સાહિબમાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ ભારત અને વિદેશથી પહોંચે છે. તમે જો પંજાબમાં છો તો તમારે અહીંની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. સુવર્ણ મંદિરમાં સવારથી સાંજ સુધી લંગર પીરસવામાં આવે છે. વ્યક્તિ આરામ કરી શકે છે અને અહીં પણ રહી શકે છે.
હિમાચલ પ્રદેશ
જો તમે હિમાચલ પ્રદેશ ફરવા જઈ રહ્યા છો તો તનમારે મણિકર્ણ સાબિહ ગુરુદ્વારાની મુલાકાત લેવી જ જોઇએ. શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો હિમાચલના કુલ્લુ પહોંચે છે. આ ભારતના પ્રખ્યાત ગુરુદ્વારામાંથી એક છે. અહીં તમે મફતમાં ખાવાનું ખાઈ શકો છો અને આરામ પણ કરી શકો છો. આ માટે તમારે બિલકુલ ખર્ચ કરવાની જરૂર નથી.
દિલ્હી
જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો રાજીવ ચોક પાસે ગુરુદ્વારા બાંગ્લા સાહિબ છે. તે ભારતના પ્રખ્યાત ગુરુદ્વારાઓમાંનું એક છે. અહીં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે. અહીં તમામ ધર્મના લોકો સાથે મળીને લંગરમાં જમતા હોય છે. અને તમે અહીં રાત્રે પણ રોકાઈ શકો છો.
ઉત્તરાખંડ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત ગોવિંદઘાટ ગુરુદ્વારામાં લોકોને મફત ભોજન અને રહેવાની સુવિધા પણ મળે છે. જો તમે ઉત્તરાખંડના ચમોલીની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો તમે અહીં મફત સુવિધાઓનો લાભ લઈ શકો છો. દરેક ઘર્મના લોકો અહી આવતા હોય છે.