કિચન ટિપ્સઃ- માત્ર 5 મેઈન ઈન્ગ્રિડન્સથી કુકરમાં ઝટપટ બનાવો પનીરનું ગ્રેવી વાળું શાક
સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે પનીરના ગ્રેવી વાળા શાક બનાવવા માટે ઘણી મહેનત થતી હોય છે પણ જ્યારે ઘરમાં પનીર પડ્યું હોય અને તરત પનીરનું શાક ખાવું હોય તો તેને તમે કુકરમાં પણ ઈઝીલી બનાવી શકો છઓ આજે જાણીશું ા પનીરનું શાક બનાવાની રેસિપી
સામગ્રી
- 250 ગ્રામ – પીનીર
- 3 નંગ – ડુંગળી
- 2 નંગ – ટામેટા
- 1 મોટો – આદુનો ટૂકડો
- 10 થી 12 નંગ – લસણની કળી
- 2 નંગ -તજ
- 4 નંગ – મરી
- 4 નંગ – લવિંગ
- 1 નંગ – તજપત્તુ
- 1 નંગ – બાદિયું
- જરુર પ્રમાણે – હરદળ
- સ્વાદ પ્રમાણે – મીઠુ
- 2 ચમચી કાશ્મીરી લાલમરચું
- 1 ચમચી – જીરુ
- 4 ચમચા – તેલ
- પા ચમચી – કસ્તુરી મેથી
- ગાર્નિશિંગ માટે લીલા ઘાણા
સૌ પ્રથમ ડુંગળીની છાલ કાઢી તેના મોટા મોટા ટૂકડાઓ કરીલો, ત્યાર બાદ ટામેટાના પણ મોટા મોટા ટૂકડાો કરીલો હવે આ બન્નેની મિક્સરની જારમાં એક દમ જીણું ક્રશ કરીલો
સૌ પ્રથમ કુકર લો તેમાં તેલ લઈને જીરું લાલ કરો જીરુ લાલ થાય એટલે આખો ગરમ મચાલો બધો નાખીને સ્મેલ આવે ત્યા સુધી થવા દો ત્યાર બાદ તરત તેમાં ડુંગળી અને ટામેટાની પેસ્ટ એડ કરીદો.
હવે ડુંગળી અને ટામેટાની પેસ્ટ તેલ છોડે ત્યા સુધી થઈ જાય એઠલે તેમાં મીઠું, હરદળ લાલ મરચું, કસ્તુરી મેથી અને પનીરના ટૂકડાઓ એડ કરીને 2 નિમિટ સુધી સાંતળીલો
હવે જ્યારે બધુ બરાબર સતળાઈ જાય એઠલે તેમાં 2 કપ પાણી નાખઈને કુકર બંધ કરીલો અને 3 થી 4 સિટી ગવાગી લો.
હવે કુકરને ખોલો ત્યાર બાદ તેમાં જીણા સમારેલા લીલાઘાણા એડ કરીદો અને 2 ચમચી ઉપરથી ઘરની મલાઈ એડ કરીદો તૈયાર છે ઈન્સ્ટન્ટ પનીર ગ્રેવી સબજી