Homeગુજરાતીજો તમે સુરત બાજુ જઈ રહ્યા છો, તો આ ફરવા લાયક સ્થળોની...

જો તમે સુરત બાજુ જઈ રહ્યા છો, તો આ ફરવા લાયક સ્થળોની પણ લો મુલાકાત

  • સુરત આજૂ બાજૂ ઘણા દરિયા કિનારા આવેલા છે
  • સાપુતારા હિલ સ્ટેશન પણ સુપરતથી 4 કલાકના અતંરે આવેલું છે

આમ તો દક્ષિણ ગુજરાત ખાસ કરીને તેના કુદરતી સાનિધ્પયને લઈને ગુજરાત ભરમાં જાણતું છે, ખાસ અહીંલ ર્વતોની હારમાળા  ,હરિયાણી  ,ડેમો અને ઘોઘના રમણીય નજારાઓ આવે છે આ સાથે જ હિલસ્ટેશન તો ખરુ જ સાપુતરા અંદાજે સુરતથી 4 કલાકનો જ રસ્તો છે, જ્યાં અનેક ઘોઘ તથા ફરવા લાયક સ્થળો આવેલા છે.

જો તમે દક્ષિણ ગુજરાત સાઈડ જવાનું વિચારી રહ્યા છો તો એક વખત ડાંગ જીલ્લામાં આવેલ સાપુતારાની ચોક્કસ નુલાકાત લેજો, અહી તળાવ, ગિરા ઘોઘ, પર્વતોની હારમાળા જેવા સુંદર દ્રશ્યો જોવા મળશે.

જો તમે ગુજરાતમાં જ રહો છો અને હજી સુધી દાંડી નથી ગયા તો હવે જોઈ આવો આ દાંડી, જ્યા ગાંઘીજી કેટલીક યાદો જોડાયેલી છે તો સાથે દરિયા કિનારાની સુંદર મજા પણ છે, જે તાલુકા મથકથી ૧૯ કિ.મીટરના અંતરે સમુદ્રર તટે વસેલું આ ગામ છે જ્યા મહાત્મા ગાંધીજીના મીઠાના ઐતિહાસીક સતાગ્રહ માટે જાણીતું છે..

સુરતમાં ખાસ જાણીતું સ્થળ એટલે ડુમ્મસ, જ્યા સુંદર દરિયા કિનારો આવેલો છે, શહેરથી દુર  શાંતિની અનુભુતી અહીં થાય છે, દરિયા કિનારા પર એક્ટિવિટીની જો વાત કરવામાં આવે તો અહીં ગાડી ,ઊંટની સવારી જેવી મજા માણી શકાય છે, ખાવા પીવા માટે નાસ્તાની પણ પુરતી વ્યવસ્થા છે, અહીં મેગીની મજા બેગણી હોય છે, ઠંડા પવનમાં મેગી ખાનારાઓની ભીડ ઉમટી પ઼ડે છે,આ સાથે જ અહીંના ભજીયાનો સ્વાદ લેવા લોકો ખાસ ડુમ્મસ દરિયાની મજા માણવા આવે છે.

વધઈ રેલ્વે માર્ગ પર આવેલુ આ ગામ ઉના પાણીના કુંડૉ માટે જાણીતું છે.ગરમ પાણીના આ કુંડૉ ધણા પુરાણા છે. એવું કહેવાય છે કે, ભગવાન શ્રી રામને યજ્ઞ કરવા અહીં બ્રાહમણૉ મળી શકયા નહી તેથી હિમાલય ઉપરના ગંગાકુલગીરી સ્થળેથી બ્રાહમણૉને યજ્ઞૉ કરવા માટે બૉલાવવામા આવ્‍યા તે બ્રાહમણૉને ગરમ પાણી પુરુ પાડવા શ્રી રામે જમીનમા બાણ મારીને ગંગાનૉ ગરમ પ્રવાહ ઉત્પન્ન્ન કર્યો, આજે પણ આ કુંડ અહી જોવા મળે છે,જ્યા કુદરતી રીતે ગરમપાણી અંદરની નિકળે છે,દૂર દૂરપથી પ્રવાસીઓ અહી ગરમ પાણીના કુંડ જાવા આવતા હોય છે.

સુંદર દરિયાકિનારે આવેલ રમણીય સ્થળ એટલે કે બીચ છે. આ સ્થળ અરબી દરિયાના કિનારેનવસારી જીલ્લાના જલાલપુર તાલૂકાના ઉભરાટ ગામ નજીક આવેલું છે.  આ કાળી રેતીનો બીચ દક્ષિણ ગુજરાતના કેન્દ્ર એવા સુરત શહેરથી 50 કિમી તેમ જ જિલ્લામથક નવસારી શહેરથી 40 કિમી જેટલા અંતરે આવેલ છે. સરસ મઝાનું હવાખાવાનું સ્થળ એવા આ સ્થળે રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા રહેવા તેમ જ જમવાની સગવડ આપતું વિહારધામ ઊભું કરવામાં આવ્યું છે.

 

સંબંધિત લેખો

Most Popular