Homeગુજરાતીચીનમાં હવે રાષ્ટ્રપતિ જિનપિંગ જ અત્ર તત્ર સર્વત્ર, હવે તેમના વિરુદ્ધ નિવેદન...

ચીનમાં હવે રાષ્ટ્રપતિ જિનપિંગ જ અત્ર તત્ર સર્વત્ર, હવે તેમના વિરુદ્ધ નિવેદન આપવું પણ ગુનો ગણાશે

  • ચીનમાં હવે જિનપિંગ જ જિનપિંગ
  • તેમના વિરુદ્ધ નિવેદન નહીં આપી શકાય
  • ચીનના અન્ય દેશો સાથે બગડી શકે છે સંબંધ

દિલ્હી :ચીનમાં જ્યારથી સત્તાને રાષ્ટ્રપતિ જિનપિંગ દ્વારા સંભાળવામાં આવી છે ત્યારથી લઈને અત્યાર સુધી ચીનના અન્ય દેશો સાથે સંબંધ બગડી રહ્યા છે. આવામાં હવેચીનમાં કેટલાક એવા નિયમો બનાવાવમાં આવ્યા છે જેમાં હવે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વિરુદ્ધ નિવેદન આપવું પણ ગુનો ગણવામાં આવશે. તેમના વિરુદ્ધ ઉઠેલા કોઈ પણ અવાજને દબાવી દેવામાં આવશે. આ વાતથી નક્કી છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું હવે વધુ શક્તિશાળી બનશે.

8 નવેમ્બરમાં ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (CCP)નું ચાર દિવસીય કોનક્લેવ શરુ થયું છે. સત્તાધારી ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીનું આ છઠ્ઠું પૂર્ણ સત્ર છે. આ બેઠકમાં CCPની 100 વર્ષની સિદ્ધિઓ પર ચર્ચા કરવા માટે ‘ઐતિહાસિક સંકલ્પ પત્ર’ જારી કરવામાં આવ્યો છે. જિનપિંગની ત્રીજી ટર્મ પર પણ મહોર લાગે તેવી શક્યતા છે.

ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) જુલાઈ 1921ની બેઠકમાં શરુ કરવામાં આવી હતી. 100 વર્ષના ઇતિહાસમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટીએ માત્ર બે સંકલ્પ પત્રો આપ્યા છે. પ્રથમ 1945માં અને બીજો 1981માં હતો. આ સંકલ્પોની મદદથી માઓ માઓત્સે અને દેંગ ઝિયાઓપિંગને તેમની શક્તિઓ વધારવામાં મદદ મળી હતી. ત્રીજા સંકલ્પ પત્ર બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વધુ શક્તિશાળી હોવાનું લગભગ નિશ્ચિત છે. માનવામાં આવે છે જિનપિંગને માઓત્સે તુંગ અને દેંગ બાદ ચીનના યુગ પુરુષ ઘોષિત કરવામાં આવી શકે છે.

સંબંધિત લેખો

Most Popular