1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 42 નગરપાલિકાના ચીફ ઓફિસરોની સાગમટે બદલીઓનો ગંજીપો ચીપાયો
ગુજરાતમાં 42 નગરપાલિકાના ચીફ ઓફિસરોની સાગમટે બદલીઓનો ગંજીપો ચીપાયો

ગુજરાતમાં 42 નગરપાલિકાના ચીફ ઓફિસરોની સાગમટે બદલીઓનો ગંજીપો ચીપાયો

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. મંત્રીઓ મોટાભાગના સમયમાં વિધાનસભામાં હાજરી આપતા હોવાથી તેમના સંલગ્ન વિભાગોની વહિવટી કામગીરી રાતના સમયે કરતા હોય છે. ત્યારે મંગળવારેની મોડી રાત્રે રાજ્યના 42 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના હુકમો કરાયા હતા. જેમાં  હિંમતનગર અને ઇડર, કલોલ,ઓડ વલસાડ, હળવદ મહેમદાવાદ, બારડોલી, ખંભાળિયા, વડનગર, વિજાપુર, ડાકોર, વિરમગામ, સહેસાણા, દાહોદ, કાલોલ, પારડી સહિત 42 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. ઇડર અને સિક્કા નગરપાલિકામાં સામસામે ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા એક સાથે 42 નગરપાલિકના ચીફ ઓફિસરોની બદલીના હુકમો ગત મોડી રાત્રે કરવામાં આવ્યા હતા. મોટાભાગના ચીફ ઓફિસરોને સવારે તેમની બદલી થયાની જાણ થઈ હતી. હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલની પાલનપુર નગરપાલિકામાં બદલી કરવામાં આવી છે. તેમજ  મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલની હિંમતનગર નગરપાલિકામાં બદલી કરવામાં આવી છે. હિંમતનગર નગરપાલિકામાં ચીફ ઓફિસર નવનીત પટેલના સ્થાને ફરીવાર અલ્પેશ પટેલ પાલિકમાં ચીફ ઓફિસર તરીકે આવ્યા છે. કોરોનાના સમયકાળમાં પાલિકામાં ચીફ ઓફિસર તરીકે અલ્પેશ પટેલે કામગીરી કરી હતી અને તે દરમિયાન કોરોના વોરિયર સાથે ચીફ ઓફિસર પણ કોરોના વોરિયર જ બની ગયા હતા અને સારી કામગીરી જોવા મળી હતી. ત્યારબાદ આંબાવાડી રેલ્વે અન્ડરબ્રીજનું લોકાર્પણ કર્યા બાદ અલ્પેશ પટેલની જુન 2020માં હિમતનગર નગરપાલિકામાંથી બદલી થઇ હતી. અઢી વર્ષ બાદ ફરીવાર હિંમતનગર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે બદલી થઇ છે. જ્યારે  ઇડર નગરપાલિકાના ચીફ ઓફિસર હરિશ્ચન્દ્ર અગ્રવાલની બદલી સિક્કા નગરપાલિકામાં કરવામાં આવી છે. તો સિક્કા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીની ઇડર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code