1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરમાં રાત્રે કડકડતી ઠંડીમાં ખૂલ્લામાં સુતેલા સાત લોકોને સેલ્ટરહોમ મોકલાયાં
સુરેન્દ્રનગરમાં  રાત્રે કડકડતી ઠંડીમાં ખૂલ્લામાં સુતેલા સાત લોકોને સેલ્ટરહોમ મોકલાયાં

સુરેન્દ્રનગરમાં રાત્રે કડકડતી ઠંડીમાં ખૂલ્લામાં સુતેલા સાત લોકોને સેલ્ટરહોમ મોકલાયાં

0
Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડીને લીધે જનજીવનને અસર પડી રહી છે. કડકડતી ઠંડીમાં રોડના ફુટપાથ પર રહેતા ગરીબ પરિવારોની હાલત દયનીય બની છે. ત્યારે નગરપાલિકાની રૈન બસેરા ટીમ દ્વારા ખૂલ્લામાં પરિવારોને સેલ્ટરહોમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. રાત્રી દરમિયાન  શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ખૂલ્લામાં કડકડતી ઠંડીમાં કાંપી રહેલા સાત વ્યક્તિઓને શોધી કાઢીને તેમને સેલ્ટર હોમમાં આશરો આપ્યો હતો.  શહેરના 122નીક્ષમતા વાળા શેલ્ટર હોમમાં 50થી વધુ લોકો આશ્રય લઇ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર શહેરમાં કડકડતી ઠંડીને લીધે લોકો રાત્રી દરમિયાન  ઘરોમાંથી બહાર નીકળવાનું પસંદન ન કરતા  હોવાથી રસ્તાઓ સુમસામ થઇ જાય છે. શહેરમાં અનેક પરિવારો એવા છે કે,  જેમના ઘર નથી અને જાહેરમાં સુવા મજબુર છે, તેવા લોકોને રૈન બસેરામાં આશરો આપવા માટે નગરપાલિકા દ્વારા રાત્રી રાઉન્ડ યોજવામાં આનવ્યો હતો. સુરેન્દ્રનગર-દુધરેજ- વઢવાણ નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય અને પ્રાદેશિક કમિશનર, અનિલકુમાર રાણાવસિયા અને ચીફ ઓફિસર સાગર રાડીયાના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવ યોજવામાં આવી હતી. એન.યુ.એલ.એમ. શાખા દ્વારા શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી વધારે ઠંડીના કારણે ધર વિહોણા લોકોને આશ્રય ઘરમાં આશ્રય અપાવવા માટે દરરોજ નાઈટ ડ્રાઈવ કરાય છે.જેમાં સુરેન્દ્રનગર-દુધરેજ- વઢવાણ નગરપાલિકા એન.યુ.એલ.એમ. શાખાના ટેકનિકલ એકસપર્ટ હિતેશ રામાનુંજ, ડી.પી.ઝાલા, ભૌતિક ઠાકર અને રેલ્વે પોલીસના અલ્પેશ વાઘેલા સીટી વિસ્તાર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ઓવર બ્રીજની નીચેની જગ્યા, ઝુપડપટ્ટી વિસ્તારમાં જઈને ખુલ્લા આકાશ નીચે સુઈ રહેતા ઘર વિહોણા લોકોને આશ્રય ઘરમાં રહેવા માટે સમજાવવામાં આવે છે.જેમાં  7 લોકોને નગરપાલિકાના વાહનથી આશ્રય ઘરમાં લઈ જવાયા હતા.આમ 122 લોકોની ક્ષમતા વાળા આશ્રય ઘરમાં 50થી વધુ લોકો હાલ આશ્રય લઇ રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code