મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત ભવ્ય FABEXA-11 એક્ઝિબિશનનું ઉદ્ઘાટન
- પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘5F’ વિઝનને સાકાર કરવામાં ગુજરાતનો કાપડ ઉદ્યોગ અગ્રેસર રહ્યો છેઃ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
- ટેક્સટાઇલ ક્ષેત્રના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, ઉદ્યોગસાહસિકો અને વેપારીઓ સાથે સંવાદ
ગાંધીનગર, 29 મે 2026 – મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા ભવ્ય FABEXA-11 એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. આ એક્ઝિબિશનનું ઉદ્દઘાટન જગદીશભાઈ વિશ્વકર્માએ કર્યું હતું.
એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, આજે શુક્રવારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત ભવ્ય FABEXA-11 એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘5F‘ (Farm to Fibre, Fibre to Factory, Factory to Fashion, Fashion to Foreign) વિઝનને સાકાર કરવામાં ગુજરાતનો કાપડ ઉદ્યોગ અગ્રેસર રહ્યો છે અને આ આયોજન થકી તેને વધુ વેગ મળશે. આ એક્ઝિબિશન દ્વારા ઉદ્યોગકારોને નવાં બજારો તથા વેપારની નવી તકો પ્રાપ્ત થશે.
આ પણ વાંચોઃ કોકરોચ પાર્ટીને હાઈકોર્ટે “હિટ” મારી દીધું, X એકાઉન્ટ તત્કાળ પુનઃસ્થાપિત નહીં થાય
ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ટેક્સટાઇલ ક્ષેત્રના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, ઉદ્યોગસાહસિકો અને વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો અને આ ભવ્ય આયોજન બદલ મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને તમામ સભ્યોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, શહેર ભાજપા અધ્યક્ષશ્રી ડૉ. આશિષકુમાર દવે સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


