Homeગુજરાતીદેશ-વિદેશભારતે રચ્યો ઇતિહાસ! ત્રીજી T20માં સૌથી ઝડપી ટીમ ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ

ભારતે રચ્યો ઇતિહાસ! ત્રીજી T20માં સૌથી ઝડપી ટીમ ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ

નવી દિલ્હી, 28 ઓક્ટોબર 2026: વેલિંગ્ટનના મેકલીન પાર્કમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ભારતે પાંચ મેચની T20 શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. ત્રીજી T20માં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે કુલ 198 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ટીમે માત્ર 13.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો. આ મેચમાં ભારતે સૌથી ઝડપી અડધી સદી (હાફ-સેન્ચુરી) બનાવવાનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો.

199 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે, અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીની મદદથી ટીમ ઈન્ડિયાને તોફાની શરૂઆત મળી. આ જોડીએ પહેલા જ બોલથી કિવી બોલરોની ધોલાઈ શરૂ કરી દીધી હતી. અભિષેક શર્માએ ઇનિંગના પ્રથમ બોલ પર જ સિક્સ ફટકારી આ સિદ્ધિ તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં રેકોર્ડ 8 વખત હાંસલ કરી છે. ભારતે પ્રથમ ઓવરમાં ૨૬ રન બનાવ્યા, જે પુરુષોની T20 આંતરરાષ્ટ્રીય મેચની શરૂઆતની ઓવરમાં બનેલા સૌથી વધુ રનનો નવો રેકોર્ડ છે.

સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ ભારત પાસે

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ટીમ ફિફ્ટી (50 રન) બનાવવાનો રેકોર્ડ હવે ભારત પાસે છે. જો વિશ્વભરની તમામ ટીમોને ધ્યાનમાં લેવામાં આવે, તો T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત હાલમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં, ભારતીય ટીમે માત્ર 2.2 ઓવરમાં 50 રનનો આંકડો પાર કરી લીધો હતો. તેમણે પ્રથમ ઓવરમાં જ 26 રન બનાવ્યા હતા અને માત્ર 14 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી.

T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ દ્વારા સૌથી ઝડપી અડધી સદી (ઓવરની દ્રષ્ટિએ)

2.2 – પાપુઆ ન્યૂ ગિની વિરુદ્ધ વનુઆતુ, પોર્ટ મોરેસ્બી, 2019

2.2 – રોમાનિયા વિરુદ્ધ સર્બિયા, સોફિયા, 2021

2.2 – ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, વેલિંગ્ટન, 2026 (આજે, 27 ઓક્ટોબર)

2.3 – ફિલિપાઇન્સ વિરુદ્ધ ઇન્ડોનેશિયા, બાલી, 2023

2.4 – ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સ્કોટલેન્ડ, ધ ઓવલ, 2009

2.4 – ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ઓકલેન્ડ, 2019

2.4 – દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ, સેન્ચુરિયન, 2023

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular