1. Home
  2. ગુજરાતી
  3. ભારત રશિયા પાસેથી 288 નવી S-400 મિસાઈલો ખરીદશે, સુરક્ષામાં થશે વધારો
ભારત રશિયા પાસેથી 288 નવી S-400 મિસાઈલો ખરીદશે, સુરક્ષામાં થશે વધારો

ભારત રશિયા પાસેથી 288 નવી S-400 મિસાઈલો ખરીદશે, સુરક્ષામાં થશે વધારો

0
Social Share

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: સરહદ પર વધતા જતા પડકારો અને પાકિસ્તાન-ચીન જેવી દુશ્મન તાકાતોને જડબાતોડ જવાબ આપવા માટે ભારત પોતાની સૈન્ય શક્તિમાં અભૂતપૂર્વ વધારો કરી રહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વ હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એ રશિયા પાસેથી વધારાની 288 જેટલી S-400 સરફેસ-ટુ-એર મિસાઈલો ખરીદવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે જ ફ્રાન્સ પાસેથી વધુ 114 રાફેલ જેટ લેવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી.

સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયા સાથેની આ અંદાજે રૂ. 10,000 કરોડની ડીલ ‘ફાસ્ટ ટ્રેક પ્રોસિજર’ હેઠળ પૂર્ણ કરવામાં આવશે. આ પ્રક્રિયા એટલા માટે ઝડપી બનાવાઈ છે જેથી ભારતીય વાયુસેનાની તાકાત ટૂંકા સમયમાં અનેકગણી વધી જાય. ભારત રશિયા પાસેથી 120 શોર્ટ રેન્જ મિસાઈલ અને 168 લોન્ગ રેન્જ મિસાઈલ મેળવશે. અગાઉ થયેલા કરાર મુજબ, જૂન અને નવેમ્બર 2026 સુધીમાં ભારતને વધુ બે S-400 સિસ્ટમ મળી જશે.

ભારતીય વાયુસેના માત્ર S-400 જ નહીં, પણ રશિયાની Pantsir શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ લેવા પર પણ ભાર મૂકી રહી છે. આ સિસ્ટમ ખાસ કરીને ‘કામિકાઝે ડ્રોન’ (આત્મઘાતી ડ્રોન) ને હવામાં જ નેસ્તનાબૂદ કરવા માટે જાણીતી છે. S-400 અને Pantsir ના સંયોજનથી ભારતની સરહદ પર એક એવી સુરક્ષા કવચ તૈયાર થશે, જેને તોડવું દુશ્મન માટે અશક્ય હશે.

મે 2025 માં પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે ચલાવેલા ‘ઓપરેશન સિંદૂર’માં S-400 સિસ્ટમ ગેમ ચેન્જર સાબિત થઈ હતી. આ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાએ 400 કિમીથી લઈ 40 કિમી સુધીની વિવિધ રેન્જની મિસાઈલોનો ઉપયોગ કરીને દુશ્મનના ડ્રોન, લડાકુ વિમાનો અને ગુપ્તચર વિમાનોને તોડી પાડ્યા હતા. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે 314 કિમી દૂર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઘૂસીને દુશ્મનના એક મોટા એરક્રાફ્ટને તોડી પાડ્યું હતું. આ હુમલાના ડરથી પાકિસ્તાને પોતાના વિમાનોને પશ્ચિમી સેક્ટરમાં ખસેડવાની ફરજ પડી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code