આગામી વર્ષોમાં ભારત હથિયારો મામલે પુરી રીતે આત્મનિર્ભર બની જશેઃ રક્ષામંત્રી
જયપુર, 3 જાન્યુઆરી: રક્ષામંત્રી રાજનાથસિંહએ ઉદેપુરમાં ભૂપાલ નોબલ્સ વિશ્વવિદ્યાલયના 104માં સ્થાપના દિવસના સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગ્રે તેમણે શિક્ષા વ્યવસ્થાની ભૂમિકા ઉપર વાત કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, એવી શિક્ષણ પ્રણાલીને સફળ ના માની શકાય જે જ્ઞાનની સાથે વિનમ્રતા, ચરિત્ર અને નૈતિક મૂલ્યોનો વિકાસ ના કરે. તેમણે કહ્યું કે, આજે અનેકવાર જોવા મળે છે કે, ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓ પણ ગુનાહિત પ્રવતિઓમાં સામેલ હોય છે. આ પ્રસંગ્રે તેમણે ભારતના હથિયારોના ઉત્પાદન મામલે જણાવ્યું હતું કે, આગામી 15-20 વર્ષમાં ભારત હથિયારો મામલે પુરી રીતે આત્મનિર્ભર થઈ જશે.
- દિલ્હી બ્લાસ્ટનો કર્યો ઉલ્લેખ
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, સમાજમાં વ્હાઈટ કોલર આતંકવાદ જેવા તારણો સામે આવી રહ્યાં છે. જ્યાં ભણેલા લોકો જ સમાજ અને દેશની વિરોધમાં કામ કરી રહ્યાં છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં સામેલ લોકો ડોક્ટર જેવી હાઈ ડીગ્રી ધરાવતા હતા. શિક્ષાનો ઉદેશ્ય માત્ર ડિગ્રી પાપ્ત કરવાનો નહીં પરંતુ સારા સંસ્કાર, નૈતિક મૂલ્યો અને મજબુત રચિત્ર નિર્માણનો પણ છે. 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે એક કારમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 15 લોકોના મોત થયાં હતા. આ કારને ડો. ઉમર ઉન નબી ચલાવતો હતો. તપાસમાં એક વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો છે. જે બાદ 3 તબીબ મુઝમ્મિલ ગનઈ, અદીલ રાથર અને શહીના સઈદ સહિતના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં કેટલાક ડિફેન્સ સ્ટાર્ટઅપ ખુબ સારી રીતે કામ કરી રહ્યાં છે, મને ભરોસો છે કે, આગામી 15/20 વર્ષમાં ભારત હથિયારો મામલે સમગ્ર રીતે આત્મનિર્ભર બની જશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ, મનીશ લર્નિંગ અને બીજી ટેકનોલોજી લોકોની જીંદગી અને કામને બદલી રહી છે. ભારતના વિકાસને આગળ વધારવા માટે તેનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. તેમણે જણાવ્યું કે, ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જે 2030 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહી છે. આ પ્રવાસમાં યુનિવર્સિટીસની મહત્વની ભૂમિકા છે. આત્મ-સમ્માન અને અહંકાર વચ્ચે નાજુક સંતુલનને સમજવા માટે રક્ષામંત્રીએ ભાર આપ્યો હતો, તેમજ લોકોને આ બંને વચ્ચેની પાતળી રેખા પાર ના કરવા માટે આગ્રહ કર્યો હતો.
આ પણ વાંચોઃ અમેરિકાનો વેનેઝુએલા પર હુમલો, કારાકાસમાં સૈન્ય મથકો-નેવી બેઝ પર બોમ્બમારો


