Site icon Revoi.in

ભારત પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ ક્યારેય પુનઃસ્થાપિત કરશે નહીં: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Social Share

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ ક્યારેય પુનઃસ્થાપિત કરશે નહીં. તેમણે કહ્યું કે, સરકાર પાકિસ્તાનમાં વહેતા વધારાના પાણીને રાજસ્થાન સુધી લઈ જવા માટે એક નહેર બનાવશે.

એક અંગ્રેજી દૈનિક સાથેની મુલાકાતમાં, ગૃહમંત્રીએ કહ્યું કે, આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની સરકારની નીતિ અકબંધ છે. શાહે કહ્યું કે, સરકાર કાશ્મીર , નક્સલવાદી વિસ્તારો અને ઉત્તરપૂર્વમાંઆતંકવાદના મૂળ કારણોને દૂર કરવાની દિશામાં કાર્ય કરી રહી છે.તેમણે કહ્યું કે, ભારત ફક્ત સૌથી સલામત અને શ્રેષ્ઠ નથી પણ વિશ્વમાં રોકાણ કરવા માટે એકમાત્ર સ્થળ છે. શ્રી શાહે કહ્યું કે, ભારત પારદર્શક નીતિઓ અને વિશાળ ગ્રાહક બજાર ધરાવતો લોકશાહી દેશ છે. તેમણે કહ્યું કે, છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી શકે તે માટે સરકારે 2014 થી સખત મહેનત કરી છે તેમણે કહ્યું કે, ભારત વૈશ્વિક આર્થિક પાવરહાઉસ બનવા માટે તૈયાર છે. મંત્રીએ કહ્યું કે, ગરીબોના નાણાકીય સમાવેશ સહિતના ભારતના બેંકિંગ ક્ષેત્રના સુધારા અભ્યાસ માટે વિશ્વમાં એક મોડેલ છે.

Exit mobile version