1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બુડાપેસ્ટ વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં ભારતે જીત્યો મેડલ, PM મોદીએ પાઠવી શુભેચ્છા
બુડાપેસ્ટ વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં ભારતે જીત્યો મેડલ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

બુડાપેસ્ટ વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં ભારતે જીત્યો મેડલ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

0
Social Share

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં હાલ ભારતીય ટીમ વિવિધ ગેમ્સમાં મેડલ જીતવા માટે પ્રયાસો કરવામાં આવી રહી છે. દરમિયાન હંગરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમે મેડલ જીત્યું છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યાં હતા.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે “આપણા ખિલાડીઓ આપણને ગૌરવ અપાવતા રહે છે. ભારતે હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં 5 ગોલ્ડ સહિત 13 મેડલ જીત્યા છે. આપણી ટીમને અભિનંદન અને તેમના ભાવિ પ્રયાસો માટે શુભકામનાઓ.”

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ટોક્યોમાં ઓલિમ્પિક્સ ગેમ્સ ચાલી રહી છે. જેમાં વેટલિફ્ટીંગમાં ભારતની મીરાબાઈએ સિલ્વર મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ઉપરાંત અન્ય ભારતીય ખેલાડીઓ વિવિધ ગેમ્સમાં મેડલ જીતવા માટે પ્રયાસો કરી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code