લંડન, 20 ઓગસ્ટ 2026: Plane crash in Britain ઉત્તર વેલ્સના એક દુર્ગમ વિસ્તારમાં હળવા વિમાનના અકસ્માત બાદ એક દંપતીનું મૃત્યુ થયું હતું. મૃતકોની ઓળખ ભારતીય મૂળના પતિ-પત્ની તરીકે કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે ‘પાઈપર PA-28’ વિમાનના પાઈલટ કેતન સ્વાલી હતા.
જ્યારે વેસ્ટ મિડલેન્ડ્સના ટેટનહિલ એરફિલ્ડ પરથી વિમાને ઉડાન ભરી ત્યારે તેમની પત્ની શીતલ પણ તેમની સાથે હતી. પોલીસે જણાવ્યું હતું કે, વાયવ્ય વેલ્સના કાર્નરફોન એરપોર્ટ પર નિર્ધારિત સમયે વિમાન ઉતર્યું ન હોવાની જાણ થયા બાદ શુક્રવારે જમીની અને હવાઈ ટુકડીઓ સાથે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
નૈરોબીથી મળેલા APના અહેવાલ મુજબ, બુધવારે સવારે ઉત્તર કેન્યાના એક દુર્ગમ વિસ્તારમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. હાલમાં તેમાં સવાર મુસાફરો અને પાયલટ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. હેલિકોપ્ટરમાં કુલ સાત વ્યક્તિઓ છ મુસાફરો અને એક પાયલટ સવાર હતા. તે માઉન્ટ ઓલોલોક્વેની ટેકરીઓના દુર્ગમ ભૂપ્રદેશમાં ક્રેશ થયું હતું.
વધુ વાંચો: સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં સોનાની ખાણ ધરાશાયી થવાથી 100થી વધુ લોકોનાં મોત


