1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતીય રેલવેની અનોખી પહેલ: મુંબઈના સીએસટી સ્ટેશન પર રેલવે દ્વારા ‘બ્રેલ મેપ’ લગાવવામાં આવ્યો

ભારતીય રેલવેની અનોખી પહેલ: મુંબઈના સીએસટી સ્ટેશન પર રેલવે દ્વારા ‘બ્રેલ મેપ’ લગાવવામાં આવ્યો

0
Social Share
  • ભારતીય રેલવેની નવી અને અનોખી પહેલ
  • મુંબઈમાં CST સ્ટેશન પર બ્રેલ મેપ લગાવાયો
  • રેલવે દ્વારા બ્રેલ મેપ લગાવવામાં આવ્યો
  • નેત્રહીન પ્રવાસીઓની કરશે મદદ

મુંબઈ: ભારતીય રેલવે સતત મુસાફરોની મુસાફરીને સરળ બનાવવા માટે કંઈકને કઈ નવું કરતી રહે છે અને હવે ભારતીય રેલવેની નવી અને અનોખી પહેલ મુંબઈના સીએસટી રેલેવ સ્ટેશન પર જોવા મળી હતી.

મુંબઈમાં સીએસટી સ્ટેશન પર ભારતીય રેલવે દ્વારા “બ્રેલ મેપ” લગાવવામાં આવ્યો છે. આ બ્રેલ મેપ નેત્રહીન મુસાફરોને મદદ કરવા માટે લગાવવામાં આવ્યો છે, જેથી તેમની યાત્રા સરળ રહે અને તેઓ આત્મનિર્ભર પણ બને.

આ બ્રેલ મેપમાં સીએસટી સ્ટેશન પર હાજર તમામ પ્લેટફોર્મ્સ, તમામ રેલવે ટ્રેકસ, ફૂટઓવર બ્રિજેસ, વોશરૂમ, કેન્ટીન સહીત તે તમામ સ્થાનો વિશેની માહિતી સામેલ છે, જે સીએસટી સ્ટેશનથી મુસાફરી કરનારા મુસાફરો માટે મદદરૂપ થશે.નેત્રહીન પ્રવાસીઓ આ મેપને બ્રેલ લિપિની સહાયથી વાંચે છે. અને પછી તેમના લક્ષ્ય તરફ આગળ વધે છે.

લોકોનું કહેવું છે કે, રેલવેની આ એક અનોખી પહેલ છે. અને આની સાથે આપણે આત્મનિર્ભર બની રહ્યા છીએ. બીજા કોઈને કંઈ પૂછવાની જરૂર નથી, તેથી અમે રેલવેના આ પગલાંને આવકારીએ છીએ અને આશા રાખીએ કે, આવી સુવિધાઓ અન્ય સ્ટેશનો પર પણ ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code