1. Home
  2. ગુજરાતી
  3. સ્વદેશી પાંચમી સ્કોર્પિયન-ક્લાસ સબમરીન ‘વાગીર’નું દરિયાઈ પરિક્ષણ શરુ
સ્વદેશી પાંચમી સ્કોર્પિયન-ક્લાસ સબમરીન ‘વાગીર’નું દરિયાઈ પરિક્ષણ શરુ

સ્વદેશી પાંચમી સ્કોર્પિયન-ક્લાસ સબમરીન ‘વાગીર’નું દરિયાઈ પરિક્ષણ શરુ

0
Social Share
  • સબમરીન વાગીર દરિયાઈ પરિક્ષણ માટે રવાના
  • આ સ્વદેશી પાંચમી સ્કોર્પિય-ક્લાસ સબમરીન છે

 

દિલ્હીઃ- ભારત દેશ આત્મ નિર્ભર ભારત હેછળ અનેક ક્ષેત્ર અને દેશની ત્રણેય સેનાઓને શક્તિ પુરી પાડી રહ્યું છે,ત્યારે ભારતીય નૌસેનામાં એક બાદ એક સ્વદેશી સબમરીનને ઉતારવાના પ્રયાસો થઈ રહ્યા છે, આજ શ્રેણીમાં ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 75 કલવરી વર્ગની પાંચમી સબમરીન-યાર્ડ 11879, 1 ફેબ્રુઆરી 22 ના રોજ તેનું દરિયાઈ પરીક્ષણ શરૂ કરી દીધુ છે.આ સબમરીન નવેમ્બર 2020 માં મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડના કાન્હોજી આંગ્રે વેટ બેસિનમાંથી લોન્ચ કરવામાં આવી હતી.

આ સબમરીનનું નામ INS વાગીર પરથી પડ્યું છે. રશિયાની વેલા-ક્લાસ સબમરીન 1973 થી 2001 સુધી નેવીમાં સેવા આપી હતી. વાગીરનું નિર્માણ જુલાઈ 2009માં શરૂ થયું હતું. અદ્યતન એકોસ્ટિક શોષણ તકનીકથી સજ્જ, આ સબમરીન નવેમ્બર 2020 માં લોન્ચ કરવામાં આવી હતી.

નોસેનામાં કમીશનિંગ બાદ સબમરીનનું નામ વાગીર રાખવામાં આવશે. કોવિડ હોવા છતાં, એમડીએલ  એ વર્ષ 2021 માં પ્રોજેક્ટની બે સબમરીન ‘દિલીવરી’ કરી છે અને પાંચમી સબમરીનનું દરિયાઇ પરિક્ષણ શરૂ કરવી એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. સબમરીન હવે દરિયામાં તેની તમામ પ્રણાલીઓના સઘન પરીક્ષણોમાંથી પસાર થશે, જેમાં પ્રોપલ્શન સિસ્ટમ, શસ્ત્રો અને સેન્સરનો સમાવેશ થાય છે. આ ટ્રાયલ પૂર્ણ થયા બાદ વર્ષ 2022માં સબમરીનને ભારતીય નૌકાદળને સોંપવાનું લક્ષ્ય રખાયું છે.

ઉલ્લેખનીય છે કે એમજીએલ  ખાતે ચાલી રહેલા પ્રોજેક્ટ-75 સ્કોર્પિન પ્રોગ્રામની બે સબમરીન – કલવરી અને ખંડેરી -ને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે. ત્રીજી સબમરીન – કરંજ, સખત દરિયાઈ અજમાયશના અંતિમ તબક્કામાં છે. ચોથી સ્કોર્પિન-વેલાએ દરિયાઈ ટ્રાયલ શરૂ કરી દીધી છે, જ્યારે છઠ્ઠી અને છેલ્લી સબમરીન-વાગશીર તૈયાર થઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code