1. Home
  2. ગુજરાતી
  3. સુશાંતના બદલે આ એક્ટર બનશે પવિત્ર રિશ્તા 2.0 માં માનવ
સુશાંતના બદલે આ એક્ટર બનશે પવિત્ર રિશ્તા 2.0 માં માનવ

સુશાંતના બદલે આ એક્ટર બનશે પવિત્ર રિશ્તા 2.0 માં માનવ

0
Social Share
 
 ·         પવિત્રા રિશ્તાની બીજી સીઝન થશે શરૂ 
 ·         પવિત્રા રિશ્તામાં માનવ બનશે આ એક્ટર 
 ·         શું અંકિતા લોખંડે સાથે જામશે તેની જોડી  
મુંબઈ : વર્ષ 2009 માં જીટીવીનો પ્રખ્યાત શો પવિત્ર રિશ્તાની શરૂઆત થઇ હતી. આ શોએ ઘણી સફળતા હાંસલ કરી હતી. સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેએ આ શોથી જ મુખ્ય ભૂમિકામાં પ્રવેશ કર્યો હતો. પવિત્ર રિશ્તાથી માનવ બનેલા સુશાંત અને અર્ચના બનેલી અંકિતાએ દરેકના દિલમાં સ્થાન બનાવ્યું હતું.બંનેને આ શોથી જ સફળતા મળી. હવે આ શો ફરી એકવાર નવા સ્વરૂપમાં રજૂ થવા જઈ રહ્યો છે.

એક ટિપિકલ મિડલ કલાસની વાર્તાને શો માં સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી.જોકે શોમાં બે વર્ષ કામ કર્યા પછી સુશાંતે શોને અલવિદા કહી બોલિવુડમાં કામ કરવાનું વિચાર્યું.ત્યારબાદ આ શોમાં હિતેન તેજવાણીએ માનવની ભૂમિકા નિભાવી હતી. હવે જ્યારે ફરીથી પવિત્ર રિશ્તા રજૂ કરવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે ચાહકોના મનમાં એ સવાલ થાય છે કે હવે માનવ કોણ બનશે?
2014 સુધી ચાલેલો પવિત્ર રિશ્તા શો બીજી સીઝન સાથે ચાહકોની સામે રજૂ થવા જઇ રહ્યો છે. શોની બીજી સીઝન અંગે ઘણા સમયથી વાત કરવામાં આવી રહી છે. પરંતુ તે જાણી શકાયું નથી કે માનવની ભૂમિકા કોણ ભજવશે. અહેવાલ મુજબ, શો પવિત્ર રિશ્તા 2.0 શરૂ થવાનો છે અને તેમાં ટીવી એક્ટર શહિર શેખ માનવનું પાત્ર ભજવશે.
શહિર શેખ સાથે અંકિતા ફરી એક વાર શોમાં અર્ચના તરીકે જોવા મળશે. જોકે, નિર્માતાઓએ જાહેરાત કરી નથી કે શહિર માનવની ભૂમિકામાં જોવા મળશે કે કોઈ નવો ચહેરો જોવા મળશે. જો કે, આ દિવસોમાં શહિર તેના પ્રખ્યાત શો કુછ રંગ પ્યાર કે એસે ભી ની આગામી સીઝન માટે શૂટિંગ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેના પ્રશંસકો માટે આ એક અન્ય ખુશખબર છે.પરંતુ સવાલ એ છે કે શું ચાહકો સુશાંતને બદલે હવે શહિરને અંકિતાની સાથે અર્ચના માનવના રોલમાં પસંદ કરશે. 
શહિર શેખ આ સમયે ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પસંદ કરાયેલ અભિનેતા છે. અભિનેતા નવ્યામાં અનંત અને મહાભારતમાં અર્જુનની ભૂમિકામાં જોવા મળ્યા છે. આ સિવાય અભિનેતાનો છેલ્લો શો યે રિશ્તે હૈ પ્યાર કે હતો. શો 'કુછ રંગ પ્યાર કે એસે ભી' માં દેવની ભૂમિકામાં શહિરને ઘણી સફળતા મળી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code