1. Home
  2. ગુજરાતી
  3. PF થાપણો પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કરાશે, 6 કરોડ નોકરિયાતોને અસર થશે

PF થાપણો પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કરાશે, 6 કરોડ નોકરિયાતોને અસર થશે

0
Social Share

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ રે નાણાકીય વર્ષ 2021-22 માટે ભવિષ્ય નિધિ (PF) થાપણો પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. આ ચાર દાયકાથી વધુનો સૌથી ઓછો વ્યાજ દર હોવાનું મનાઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 2020-21માં આ દર 8.5 ટકા આપવામાં આવ્યો હતો. અગાઉ, EPF પરનો વ્યાજ દર 1977-78માં સૌથી ઓછો 8 ટકા હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં EPFOના લગભગ પાંચ કરોડ સભ્યો છે. “EPFOની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક મળી હતી જેમાં 2021-22 માટે EPF પર વ્યાજ દર 8.1 ટકા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એ માર્ચ 2021માં EPF થાપણો પર 2020-21 માટે વ્યાજ દર 8.5 પર રાખવાનો નિર્ણય લીધો હતો. તેને નાણા મંત્રાલયે ઓક્ટોબર 2021માં મંજૂરી આપી હતી. હવે CBTના તાજેતરના નિર્ણય પછી, 2021-22 માટે EPF ડિપોઝિટ પર વ્યાજ દરની માહિતી મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. માર્ચ 2020 માં, EPFO ​​એ 2019-20 માટે સાત વર્ષમાં ભવિષ્ય નિધિ થાપણો પરના વ્યાજ દરને 8.5 ટકા કરવાનો નિર્ણય લીધો હતો, જે 2018-19માં 8.65 ટકા હતો.

શ્રમ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે નાણાકીય વર્ષ 2021-2 માટે 8.1%ના વ્યાજ દરની ભલામણ કરવાનો નિર્ણય કર્યો છે. EPFO બોર્ડની ભલામણ ટૂંક સમયમાં નાણા મંત્રાલયને મોકલવામાં આવશે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક ગુવાહાટીમાં યોજાઈ હતી. એમ્પ્લોયી પ્રોવિડેન્ટ ઓર્ગેનાઈજેશનનો આ નિર્ણય નોકરિયાત લોકો માટે મુશ્કેલી વધી છે. આ નિર્ણયથી ઈપીએફઓના લગભગ 6 કરોડ લોકોને અસર થશે.

એક તરફ દેશમાં લોકો મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે, આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સરકારે પીએફ પર વ્યાજ ઘટાડી દીધું છે. નાણાકીય વર્ષ 1977-78માં, EPFOએ 8 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો હતો. તે પછી, હવે ખૂબ ઓછું વ્યાજ મળી રહ્યું છે. અત્યાર સુધી, 8.25% અથવા વધુ વ્યાજ ઉપલબ્ધ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code