1. Home
  2. ગુજરાતી
  3. ચીનની તાનાશાહી: ડૂઇંગ બિઝનેસમાં રેંકિંગ વધારવા વર્લ્ડ બેંક પર કર્યું હતું દબાણ
ચીનની તાનાશાહી: ડૂઇંગ બિઝનેસમાં રેંકિંગ વધારવા વર્લ્ડ બેંક પર કર્યું હતું દબાણ

ચીનની તાનાશાહી: ડૂઇંગ બિઝનેસમાં રેંકિંગ વધારવા વર્લ્ડ બેંક પર કર્યું હતું દબાણ

0
Social Share
  • ડ્રેગનની વધુ એક દાદાગીરી સામે આવી
  • ડૂઇંગ બિઝનેસમાં રેંકિંગ વધારવા માટે ચીને વર્લ્ડ બેંક પર કર્યું હતું દબાણ
  • એક રિપોર્ટમાં થયો આ ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: ચીનની વધુ એક તાનાશાહી સામે આવી છે. વિશ્વભરમાં કારોબારી સુગમતા માટે માપદંડ મનાતી વર્લ્ડ બેંકની ડૂઇંગ બિઝનેસ રિપોર્ટની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા છે. એક તપાસમાં વર્લ્ડ બેંક તરફથી તૈયાર કરવામાં આવેલા 2018ના રિપોર્ટમાં ચીનના દબાણના કારણે હેરાફેરીની વાત સામે આવી છે.

રિપોર્ટ અનુસાર એવો ઘટસ્ફોટ થયો છે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષમાં એમડીનું કાર્યભાર સંભાળી રહેલા ક્રિસ્ટાલિનાએ સ્ટાફ પર દબાણ કર્યું હતું કે ચીનના રેંકિંગને સારું દર્શાવે. તપાસ રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે IMFના તત્કાલીન અધ્યક્ષ જિમ યોંગ કિમ પર પણ ચીનનું દબાણ કર્યાની વાત કહેવામાં આવી છે. ત્યારે જોર્જિવાએ તપાસ રિપોર્ટને ફગાવી દેતા કહ્યું કે, તે આનાથી સહમત નથી અને IMFના કાર્યકારી બોર્ડની સામે પોતાનો પક્ષ મૂક્યો છે. ગુરુવારે વર્લ્ડ બેંકના ડૂઇંગ બિઝનેસ રિપોર્ટને સ્થગિત કરવાનું એલાન કર્યુ હતું.

પૂર્વ બોર્ડના અધિકારીઓ અન બેંકના કેટલાક હાજર પૂર્વ સ્ટાફના વ્યવહાર પર ગંભીર સવાલ ઉપસ્થિત થયા છે. અમેરિકાના ટ્રેજરી ડિપાર્ટમેન્ટ આ ખુલાસાને લઇને કહ્યું છે કે તેઓ આનું અધ્યયનકરશે. જો એવું છે તો આ ગંભીર મામલો છે.

વિલ્મરહેલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આઈએમએફના પૂર્વ અધ્યક્ષ જિમ યોંગ કિમના સીનિયર સ્ટાફ તરફથી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ દબાણ હતુ કે રિપોર્ટની મૈથડોલોજીને બદલી દેવામાં આવે. જેથી ચીનનો સ્કોર સારો દર્શાવી શકાય. એટલું જ નહીં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એવું લાગે છે કે આ જિમ યોંગ કિમના કહેવા પર કરવામાં આવ્યું હતુ.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જોર્જિવા અને એક મુખ્ય સલાહકાર સિમિયોન જાંકોવ તરફથી તેમના સ્ટાફ પર દબાણ કરવામાં આવ્યું હતુ. તે આ રિપોર્ટમાં કેટલાક ફેરફાર કરે જેથી ચીનના રેંકિંગ બદલી શકાય. તે સમયે બેંકે કેપિટલ માટે ચીન પાસે મદદ માંગી હતી. મનાઈ રહ્યું હતુ કે તેના જ ચક્કરમાં રિપોર્ટમાં આ ફાયદો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code