1. Home
  2. ગુજરાતી
  3. તાલિબાને તુર્કીને આપી આ ધમકી, જાણો શું કહ્યું?
તાલિબાને તુર્કીને આપી આ ધમકી, જાણો શું કહ્યું?

તાલિબાને તુર્કીને આપી આ ધમકી, જાણો શું કહ્યું?

0
Social Share
  • તાલિબાને તુર્કીને આપી ધમકી
  • તુર્કીની સેના અફઘાનિસ્તાન નહીં છોડે તો તેમની સામે અમે કાર્યવાહી કરીશું
  • અહીંયા સૈનિકોની તૈનાતીના ભયાનક પરિણામ આવી શકે છે

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હાલમાં તાલિબાનનું વર્ચસ્વ અને આતંક સતત વધી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં તાલિબાન કબ્જો કરી રહ્યા છે. તાલિબાન આતંકીઓએ હવે તુર્કીને પણ ધમકી આપી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તુર્કીએ તાજેતરમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે, અમેરિકા સહિત નાટો દેશના સૈનિકો અફઘાનિસ્તાનમાંથી વાપસી કરશે તો કાબુલ એરપોર્ટની સુરક્ષા માટે અમારા સૈનિકો જવાબદારી સંભાળશે. જો કે તાલિબાને સામે ધમકી આપી છે કે, તુર્કીની સેના અફઘાનિસ્તાન નહીં છોડે તો તેમની સામે અમે કાર્યવાહી કરીશું. અહીંયા સૈનિકોની તૈનાતીના ભયાનક પરિણામ આવી શકે છે.

તાલિબાનની ધમકીથી તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાનની ઉંઘ ઉડી ગઈ છે. તેમણે કહ્યુ છે કે, અમેરિકાએ રાજકીય મામલામાં અમારો પક્ષ લેવો પડશે અને તેમની જે પણ લોજિસ્ટિક ક્ષમતા છે તે અમને આપવી પડશે.અમારી શરતો પૂરી કરવામાં આવશે તો જ અમે કાબુલ એરપોર્ટના રક્ષણની જવાબદારી સંભાળીશું.

એર્દોગને આ પહેલા તાલિબાનની ધમકીને નજર અંદાજ કરીને કહ્યુ હતુ કે ,તાલિબાને અફઘાનિસ્તાનમાં શાંતિ છે તેવુ દુનિયાને દેખાડવુ પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code