1. Home
  2. ગુજરાતી
  3. ટ્વીટરે અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર એકાઉન્ટ પોટસને રીસેટ કર્યું
ટ્વીટરે અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર એકાઉન્ટ પોટસને રીસેટ કર્યું

ટ્વીટરે અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર એકાઉન્ટ પોટસને રીસેટ કર્યું

0
Social Share
  • અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડનને અધિકૃત પોટસ એકાઉન્ટ મળ્યું
  • આ ટ્વીટર હેન્ડલ હવે વેરિફાઇ પણ થઇ ચૂક્યું છે
  • પોટસ હેન્ડલના લાઇવ થયાની થોડી મિનિટોમાં જ મિલિયનથી વધુ ફોલોઅર્સ થઇ ચૂક્યા છે

વોશિંગ્ટન: જો બાઇડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. આ પહેલા તેમને રાષ્ટ્રપતિના અધિકૃત ‘POTUS’ નામથી અધિકૃત ટ્વીટર હેન્ડલ મળી ગયું  અને ટ્વીટર હેન્ડલ વેરીફાઇ પણ થઇ ગયું છે. અગાઉ આ ટ્વીટર હેન્ડલ પરથી થયેલી ટ્વીટ્સને @POTUS45ના નામે આર્કાઇવ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે પોટસ હેન્ડલના લાઇવ થયાની થોડી મિનિટોમાં જ મિલિયનથી વધુ ફોલોઅર્સ થઇ ચૂક્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અત્યારસુધી એકાઉન્ટ POTUS એટલે કે પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટથી ડોનાલ્ડ ટ્રમ્પ માટે કરવામાં આવેલ તમામ @POTUS45 એટલે અમેરિકાના 45માં રાષ્ટ્રપતિના નામથી સંગ્રહિત (આર્કાઇવ) કરી દીધા છે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળના એકાઉન્ટને પણ સંગ્રહિત કરવામાં આવ્યા હતા.

આ પહેલા 15એ જો બાઇડેન માટે પહેલું ટ્વીટ થયું હતું. એમાં સૂચના આપવામાં આવી હતી કે 20 જાન્યુઆરીએ 12 વાગ્યે આ રાષ્ટ્રપતિતરીકે એમનું અધિકૃત ટ્વીટર હેન્ડલ હશે.

ઓબામાના તમામ ફોલોઅર્સ સતત હસ્તાંતરણ પછી ટ્રમ્પને મળેલ પોટ્સ એકાઉન્ટ આવ્યા પર બરકરાર હતા. ટ્રમ્પ કાર્યકાળના આ એકાઉન્ટના તે ફોલોઅર્સ જે નવા રાષ્ટ્રપતિ અને નવા ઉપરાષ્ટ્રપતિ જેવા પ્રાસંગિક એકાઉન્ટને ફોલો કરે છે. તેમને નવા એકાઉન્ટ ફોલો કરવા માટે નોટિફિકેશન આપવામાં આવશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code