1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકામાં ભારે હિમવર્ષા: 32 હજાર ઘરોમાં વિજળી ગૂલ
અમેરિકામાં ભારે હિમવર્ષા: 32 હજાર ઘરોમાં વિજળી ગૂલ

અમેરિકામાં ભારે હિમવર્ષા: 32 હજાર ઘરોમાં વિજળી ગૂલ

0
Social Share
  • અમેરિકામાં કુદરતે કેર વર્તાવ્યો છે
  • અમેરિકામાં બરફનું તોફાન ત્રાટક્યું છે
  • 32 હજાર ઘરોમાં વીજળી ગુલ થઇ ગઇ

નવી દિલ્હી: અમેરિકામાં કુદરતે કેર વર્તાવ્યો છે. અમેરિકામાં બરફનું તોફાન ત્રાટક્યું છે. કોલોરાડો, નેબાસ્ક્રા અને વ્યોમિંગમાં ભારે હિમવર્ષા થઇ હતી. ઠેર-ઠેર ત્રણ-ત્રણ ફૂટ સુધીનો બરફ જામી ગયો હતો. કોલોરાડોના કેટલાક વિસ્તારોમાં તો 140 કિ.મી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે. 32 હજાર ઘરોમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી.

અમેરિકાના કોલોરાડોમાં ભારે બરફવર્ષા થઈ હતી. ડેનવરને જોડતી ૨૦૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ્ કરવી પડી હતી. ઠેર-ઠેર બરફના થર જામી ગયા હતા. સરકારી વિભાગોના આંકડા પ્રમાણે ૩૨ હજાર ઘરોમાં વીજળી ગૂલ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ભારે બરફવર્ષાના કારણે અસંખ્ય લોકોએ અંધારપટ્ટમાં રાત વીતાવી હતી.

બરફના તોફાનમાં ૫૦ લોકો ફસાઈ ગયા હતા. કેટલાક વાહનો સાથે ફસાયા હતા. એ બધા જ લોકોને રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કોલોરાડોમાં ભારે બરફના તોફાનના કારણે શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. લોકોને અનિવાર્ય કારણો વગર બહાર ન નીકળવાની પણ ચેતવણી સરકારે આપી હતી. કોલોરાડો ઉપરાંત વ્યોમિંગ અને નેબ્રાસ્કામાં પણ ભારે બરફ પડયો હતો. ત્રણ-ત્રણ ફૂટ બરફના થર જામી ગયા હતા.

નેશનલ વેધર સર્વિસના અહેવાલમાં કહેવાયું હતું કે આ વિસ્તારોમાં ૯૦થી લઈને ૧૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. કોલોરાડોના ઘણાં સ્થળોએ ૮૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનું શરૃ થયું હતું. બરફવર્ષાના કારણે અસંખ્ય મુખ્ય રસ્તા બંધ થઈ ગયા હતા. એ રસ્તાઓને ખોલવા માટે સ્થાનિક તંત્રએ મથામણ આદરી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code