Homerevoinewsગુજરાત સાયન્સ સિટીમાં “યોગ ફૉર હેલ્ધી એજિંગ” થીમ આધારિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની...

ગુજરાત સાયન્સ સિટીમાં “યોગ ફૉર હેલ્ધી એજિંગ” થીમ આધારિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

અમદાવાદ, તા. 19 જૂન, 2026: ગુજરાત સાયન્સ સિટી દ્વારા આગામી 21 જૂન, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારે 6:30 વાગ્યે ગુજરાત સાયન્સ સિટીના નેચર પાર્ક ખાતે યોજાશે. આ વર્ષની વૈશ્વિક થીમ “Yoga for Healthy Ageing” (સ્વસ્થ વયવૃદ્ધિ માટે યોગ) રાખવામાં આવી છે, જે જીવનના દરેક તબક્કે શારીરિક, માનસિક તેમજ ભાવનાત્મક આરોગ્ય જાળવવામાં યોગના મહત્વને ઉજાગર કરે છે.

આ પણ વાંચોઃ PoKમાં પ્રચંડ જનવિદ્રોહ આગળ પાકિસ્તાનની પીછેહઠ, સરકાર વાટાઘાટો કરવા તૈયાર

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતી (IAS)ની ગૌરવમય ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં યોગ દ્વારા સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીના સંદેશને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અનુભવી યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ તથા ધ્યાનની ક્રિયાઓનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ચરણસિંહ ગોહિલ, સાયન્સ સિટીના અધિકારીઓ, કર્મચારીઓ, સહયોગીઓ, યોગપ્રેમીઓ, ઉત્સાહી નાગરિકો સહિત ૫૦૦થી વધુ લોકો જોડાશે.

આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

યોગ માત્ર શારીરિક કસરત પૂરતું સીમિત નથી, પરંતુ શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની વૈજ્ઞાનિક અને સર્વાંગી પદ્ધતિ છે. ખાસ કરીને વધતી ઉંમર સાથે આરોગ્ય, સ્ફૂર્તિ અને માનસિક શાંતિ જાળવવામાં યોગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વર્ષની થીમના અનુસંધાનમાં યોગ દ્વારા સ્વસ્થ, સક્રિય અને ગુણવત્તાસભર વૃદ્ધાવસ્થાના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વાયરલ ઓડિયો બાદ શિક્ષિકાએ વીડિયો જારી કરીને સ્પષ્ટતા કરી

ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિજ્ઞાન, આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપતા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પણ આ જ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજને સ્વસ્થ, સકારાત્મક અને સંતુલિત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular