1. Home
  2. ગુજરાતી
  3. ગાઝામાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત, ઈઝરાયલના સંચારમંત્રી એ આપ્યા નિર્દેશ, અત્યાર સુધી 3,000થી વધુ લોકોનો મોત
ગાઝામાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત, ઈઝરાયલના સંચારમંત્રી એ આપ્યા નિર્દેશ, અત્યાર સુધી 3,000થી વધુ લોકોનો મોત

ગાઝામાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત, ઈઝરાયલના સંચારમંત્રી એ આપ્યા નિર્દેશ, અત્યાર સુધી 3,000થી વધુ લોકોનો મોત

0
Social Share

દિલ્હીઃ ઈઝરાયલ અમે હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને અત્યાર સુધઘી 3 હજારથી વઘુ લોકોના મોતના ,માચાર છે,. ત્યારે હવે ગાઝામાં ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંઘધ મૂકવામાં આવ્યો છે ઈઝરાયલના સંચાર મંત્રીના નિર્દેશ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે વીજળી, પાણી અને ઈંધણની સપ્લાય બાદ ઈઝરાયેલે હવે ગાઝામાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. ઈઝરાયેલના સંચાર મંત્રીએ ગાઝામાં તમામ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

ઈઝરાયેલે ગાઝામાં પાણી, વીજળી અને ઈંધણના સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પહેલા શુક્રવારે ઈઝરાયેલી સેનાએ ગાઝા શહેરમાં રહેતા લગભગ 10 લાખ લોકોને ત્યાંથી ચાલ્યા જવાની સૂચના આપી હતી. આ સૂચના બાદ આ વિસ્તારમાં ઈઝરાયેલ દ્વારા ગ્રાઉન્ડ એક્શનની શક્યતા વધી ગઈ છે.

આ સહીત સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે આટલી મોટી સંખ્યામાં લોકોનો જીવ બચાવવા ભાગવું ઘાતક સાબિત થઈ શકે છે, જ્યારે હમાસે ઈઝરાયેલી સેનાની આ સૂચનાને ફગાવી દીધી છે અને લોકોને તેમના ઘરમાં રહેવા આદેશ આપ્યો છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code