1. Home
  2. ગુજરાતી
  3. ઈરાનની ઈઝરાયેલ અને અમેરિકાને વિનાશક હુમલાની ચીમકી
ઈરાનની ઈઝરાયેલ અને અમેરિકાને વિનાશક હુમલાની ચીમકી

ઈરાનની ઈઝરાયેલ અને અમેરિકાને વિનાશક હુમલાની ચીમકી

0
Social Share

તેહરાન, 1 ઓગસ્ટ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે વધુ ખતરનાક વળાંક લઈ રહ્યો છે. ઈરાને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે જો તેના પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તે ઈઝરાયેલના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અમેરિકાની ઊર્જા સુવિધાઓ પર વિનાશક હુમલો કરશે.

ઈરાનના સરકારી મીડિયાએ એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઈઝરાયેલના મહત્વપૂર્ણ મથકો અને સમગ્ર ક્ષેત્રમાં આવેલી અમેરિકાની ઊર્જા સંપત્તિઓને નિશાન બનાવવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. અધિકારીએ સ્પષ્ટ કર્યું કે તાજેતરના 40 દિવસના સંઘર્ષ અને સૈન્ય અથડામણો દરમિયાન ઈરાની સશસ્ત્ર દળોએ પોતાની ક્ષમતાનો પરચો આપી દીધો છે ઈરાનની આ કડક ચેતવણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની ઠેકાણાઓ પર સંભવિત નવા હુમલાની તૈયારી કરવાના આદેશ આપ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ગતિરોધના કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code