1. Home
  2. ગુજરાતી
  3. ISRO 17 ફેબ્રુઆરીએ INSAT-3DS લોન્ચ કરશે
ISRO 17 ફેબ્રુઆરીએ INSAT-3DS લોન્ચ કરશે

ISRO 17 ફેબ્રુઆરીએ INSAT-3DS લોન્ચ કરશે

0
Social Share

મુંબઈઃ ISRO 17 ફેબ્રુઆરીના રોજ ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કરશે. આ ઉપગ્રહ હવામાન આગાહી અને આપત્તિના આગમનની ચેતવણી આપશે. ઈસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ઉપગ્રહ INSAT-3DSને GSLV F-14 પર લોન્ચ કરવામાં આવશે.

શનિવારે 17 ફેબ્રુઆરીના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી સાંજે 5:30 વાગ્યે ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કરવામાં આવશે. ઈસરોએ જણાવ્યું છે કે, 16માં મિશનમાં GSLV F-14 INSAT-3DS ઉપગ્રહને જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)માં તહેનાત કરશે. આ ઉપગ્રહ હવામાન સંબંધિત આગાહી કરવામાં અને આપત્તિ ચેતવણી માટે જમીન અને મહાસાગર પર નજર રાખવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code