1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ ને મળ્યો આંતરરાષ્ટ્રીય બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ
ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ ને મળ્યો આંતરરાષ્ટ્રીય બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ

ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ ને મળ્યો આંતરરાષ્ટ્રીય બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ ‘પ્રવાસ’ અત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી રહી છે. આ ફિલ્મને ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. શાળામાંથી પ્રવાસે જવા માંગતા ગામડાના ગરીબ પરિવારના બાળકની સંવેદનાઓ આ ફિલ્મમાં ખૂબ સુંદર રીતે વણી લેવામાં આવી છે. પારિવારિક ભાવનાઓ, સાંસ્કૃતિક મૂલ્યોને સાંકળી લેતું ફિલ્મનું કથાનક ખૂબ હૃદયસ્પર્શી છે.

ફિલ્મના નિર્માતા જય પંડયા અને રાકેશ શાહ તથા લેખક-દિગ્દર્શક વિપુલ શર્માને આ સુંદર ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુને વધુ સફળતા મેળવે તેવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શુભકામના પાઠવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code