1. Home
  2. ગુજરાતી
  3. જાપાને શહેરી ડ્રોન ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવ્યો,સેવાઓના વેપારીકરણને સરળ બનાવશે
જાપાને શહેરી ડ્રોન ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવ્યો,સેવાઓના વેપારીકરણને સરળ બનાવશે

જાપાને શહેરી ડ્રોન ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવ્યો,સેવાઓના વેપારીકરણને સરળ બનાવશે

0
Social Share

દિલ્હી:જાપાને સોમવારે રહેણાંક વિસ્તારોમાં રેન્જની બહાર શહેરી ડ્રોન ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. અહેવાલ મુજબ,પ્રતિબંધ હટાવવાથી એર પાર્સલ ડિલિવરી જેવા અન્ય કેસોમાં ડ્રોનનો ઉપયોગ કરીને સેવાઓનું વ્યાપારીકરણ કરવામાં મદદ મળશે.આ સાથે દેશમાં શ્રમબળની અછતને દૂર કરવામાં મદદ મળવાની અપેક્ષા છે.

અહેવાલ મુજબ,આવી ડ્રોન ઉડાનોને મંજૂરી ત્યારે આપવામાં આવશે.જયારે જાપાનનું પરિવહન મંત્રાલય પહેલેથી જ મંજૂરી આપી દે છે.આ પ્રક્રિયા આગામી માર્ચ કે પછી શરૂ થવાની શક્યતા છે, કારણ કે ડ્રોનને પ્રમાણિત કરવામાં અને પાઇલોટ્સને યોગ્ય બનાવવામાં સમય લાગે છે.

નોંધનીય છે કે,જાપાનની ચાર-સ્તરની વર્ગીકરણ પ્રણાલી હેઠળ કહેવાતા લેવલ-થ્રી ઓપરેશન્સ અગાઉ પર્વતો, નદીઓ અને ક્ષેત્રો જેવા નિર્જન વિસ્તારો પર માત્ર દેખરેખ વિનાની ડ્રોન ઉડાનને મંજૂરી આપતા હતા.હવે જાપાન સરકારે લેવલ-ફોર ડ્રોન ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે, જેમાં પાઇલટ રહેણાંક વિસ્તારોમાં વગર કોઈ સીધી રેખાના માનવરહિત હવાઈ વાહનને સંચાલન કરે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code