Homeગુજરાતીદેશ-વિદેશસોફ્ટ ટેનિસમાં જય મીણાએ રચ્યો ઇતિહાસ, મેડલ જીત બદલ PM મોદીએ પાઠવી...

સોફ્ટ ટેનિસમાં જય મીણાએ રચ્યો ઇતિહાસ, મેડલ જીત બદલ PM મોદીએ પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર 2026: ભારતના જય મીનાએ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. પુરુષોની સિંગલ્સ સોફ્ટ ટેનિસ સ્પર્ધાની સેમીફાઈનલમાં જાપાનના સુકોયા કુરોસાકા સામે હાર્યા બાદ તેમણે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ સિદ્ધિ સાથે, 26 વર્ષીય ખેલાડી એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનિસમાં મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બન્યા છે.

ત્રીજી એશિયન ગેમ્સમાં સફળતા પ્રાપ્ત થઈ

મધ્ય પ્રદેશના દેવાસના વતની મીનાએ તેમની ત્રીજી એશિયન ગેમ્સમાં આ ઐતિહાસિક સફળતા હાંસલ કરી. તેઓ અગાઉ 2018 અને 2022ની એશિયન ગેમ્સમાં ભાગ લઈ ચૂક્યા હતા, પરંતુ તે સમયે મેડલ રાઉન્ડ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જય મીણાને આ ઐતિહાસિક સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ‘X’ પરની એક પોસ્ટમાં વડાપ્રધાને કહ્યું, “ભારતીય સોફ્ટ ટેનિસ માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. પુરુષોની વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા અને સોફ્ટ ટેનિસમાં ભારત માટે એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બનવા બદલ જય મીણાને અભિનંદન. આ સિદ્ધિ ભારતમાં આ રમત માટે એક યાદગાર નવા અધ્યાયની શરૂઆત કરે છે. મને આશા છે કે આ મેડલ અન્ય ઘણા યુવાનોને સોફ્ટ ટેનિસ અપનાવવા અને તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપશે. તેમની આગામી સફર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”

વધુ વાંચો: યુવાનોની મહેનતથી ભારત 2047 પહેલાં વિકસિત દેશ બનશે: રાષ્ટ્રપતિ મુર્મુ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular