Homerevoinewsન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈશ્નવે ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લીધા

ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈશ્નવે ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લીધા

  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ – વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોકભવન ખાતે શપથવિધિ સંપન્ન

ગાંધીનગર, 13 મે, 2026 – ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈશ્નવે ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લીધા છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈષ્ણવને ગાંધીનગરમાં લોકભવન ખાતે ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવ્યા હતા.

આ શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ અને વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Justice Shri Biren Vaishnav takes oath as Lokayukta of Gujarat
Justice Shri Biren Vaishnav takes oath as Lokayukta of Gujarat

રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત લોકાયુક્તશ્રીને પુષ્પ ગુચ્છ અર્પણ કરીને અભિનંદન આપવા સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચોઃ VIP કલ્ચર પર બ્રેક, PM મોદી અને અમિત શાહ સહિતના મહાનુભાવોએ કાફલામાં કર્યો ઘટાડો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા નોટીફીકેશનમાં જણાવાયું છે કે લોકાયુક્ત પદે નિયુક્ત થયેલા નિવૃત્ત જસ્ટિસ શ્રી બિરેન વૈશ્નવની નિમણૂકનો કાર્યકાળ તેઓ પદભાર સંભાળે તે દિવસથી પાંચ વર્ષ માટેનો  રહેશે.

સંબંધિત લેખો

Most Popular