1. Home
  2. ગુજરાતી
  3. સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી કંગનાએ કરી ઈમોશનલ પોસ્ટ , કહ્યું – ‘હું અનવોન્ટેડ ચાઈલ્ડ હતી ‘
સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી કંગનાએ કરી ઈમોશનલ પોસ્ટ , કહ્યું – ‘હું અનવોન્ટેડ ચાઈલ્ડ હતી ‘

સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી કંગનાએ કરી ઈમોશનલ પોસ્ટ , કહ્યું – ‘હું અનવોન્ટેડ ચાઈલ્ડ હતી ‘

0
Social Share
  • કંગનાએ કરી ઈમોશનલ પોસ્ટ શેર
  • ચાહકો થયા ઈમોશનલ
  • કહ્યું – પરિવાર તેને ફિલ્મમાં કામ કરપવા દેવા નહોતો ઈચ્છતો
  • પરિવાર વિરુદ્ધ જઈને કંગના સાચા અર્થમાં ક્વિન બની

મુંબઈ – બોલિવૂડની ક્વિન તરીકે જાણીતી બનેલી કંગના રનૌત હંમેશા પોતાના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે, તે સતત કોઈને કોઈ પ્રતિક્રિયા આપતી જોવા ણળે છે, તેની પોસ્ટને લઈને અનેક લોકો કોમેન્ટ્સ પણ કરતા હોય છે ત્યારે ફરી એક વખત કંગનાએ ટ્વિટર પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને તેના ચાહકોને ભાવૂક કર્યા છે.

કંગનાના કહેવા મુજબ તે તેના માતાપિતાની ઈચ્છીત બાળક નહોતી, તેણે આ વાત ભાવૂક થઈને પોસ્ટ કરી છે,એક પોસ્ટમાં લખ્યું છે કે, તે તાજેતરમાં જેસલમેર, રાજસ્થાનના 50 ડિગ્રી તાપમાનમાં ‘તેજસ’નું શૂટિંગ કરી રહી છે. આ વાત પર ફિલ્મમેકર વિવેક રંજન અગ્નિહોત્રીએ કંગનાની ખૂબ પ્રશંસા પણ કરી હતી. કંગનાએ તેમના જવાબમાં આ ભાવુક પોસ્ટ લખી હતી.

કંગનાએ આ પોસ્ટમાં લખ્યું છે કે,, ‘હું અનવૉન્ટેડ ચાઈલ્ડ હતી. આજે હું સૌથી સારા તથા પેશનેટ ફિલ્મમેકર્સ, આર્ટિસ્ટ્સ તથા ટેક્નિશિયન્સની સાથે વર્ક કરું છું. હું મારા વર્કને પ્રેમ કરું છુંહું આ તમામ માત્ર પૈસા અને લોકપ્રિયતા નથી કરી રહી. પરંતું જ્યારે દુનિયાના સારા લોકો મને જોઈને કહે છે કે તું આ કરી શકે છે. ત્યારે મને તે વાતનો ખ્યાલ આવે છે કે હું અનવૉન્ટેડ નહી હોઈ શકું, મારી જરૂર હતી. ખૂબ જ જરૂર હતી.’

વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું, ‘કંગનાએ કોરોના જેવા કપરા સમયમાં પણ સતત કામ કર્યું છે, તે ખૂબ જ એનર્જી સાથે કામ કરી રહી છે, બેક ટૂ બેક કામ કરી રહી છે, યુવા સ્ટોર્સ એ કંગના પાસેથી શિખવાની જરુર છે, આમ તેમણે જયલલિતાના પાત્રને લઈને કરેલી મહેનતના પેટ ભરીને વખાણ કર્યા હતા

ઉલ્લેખનીય છે કે કંગના ખૂબજ મહેનત કરી રહી છે, તેની ફિલ્મ થવાઈવીને લઈને તે સતત કાર્યમાં જ વયસ્ત રહેતી હતી, અને તેના શાનદાર અભિનય માટે અનેક ઓવોર્ડસ પણ મળ્યા છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code