
કર્ણાટક:આધ્યાત્મિક ગુરુ સિદ્ધેશ્વર સ્વામીનું નિધન,પદ્મશ્રીને નકારવા બદલ આવ્યા હતા ચર્ચામાં
બેંગ્લોર:કર્ણાટકના વિજયપુરમાં જ્ઞાન યોગાશ્રમના સંત અને આધ્યાત્મિક ગુરુ સિદ્ધેશ્વર સ્વામીનું સોમવારે મોડી સાંજે નિધન થયું હતું.તેઓ 81 વર્ષના હતા.બે દિવસ પહેલા વડાપ્રધાને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી.તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા.સ્વામીજી પાંચ વર્ષ પહેલા પદ્મશ્રી એવોર્ડ નકાર્યા બાદ ચર્ચામાં આવ્યા હતા.તેમણે પીએમ મોદીને પત્ર લખીને આ અંગે માહિતી આપી હતી.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ સ્વામીજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.તેમણે ટ્વિટ કરીને લખ્યું- જ્ઞાન યોગાશ્રમ, વિજયપુરના સંત શ્રી સિદ્ધેશ્વર સ્વામીજીના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું.તેઓ પોતાના પ્રવચન દ્વારા માનવજાતિના ઉદ્ધાર માટે પ્રયાસ કરતા હતા.તેમની સેવા ઉત્તમ અને અપ્રતિમ રહી છે.સ્વામીજીનું નિધન એ અપૂર્વીય ખોટ છે.તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.ભગવાન દેશભરના તેમના ભક્તોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.
ವಿಜಯಪುರದ ಜ್ಞಾನ ಯೋಗಾಶ್ರಮದ ಪರಮ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಸಿದ್ದೇಶ್ವರ ಸ್ವಾಮೀಜಿಯವರು ಲಿಂಗೈಕ್ಯರಾದ ಸುದ್ದಿ ತಿಳಿದು ಅತ್ಯಂತ ದುಃಖವಾಗಿದೆ. ತಮ್ಮ ಪ್ರವಚನಗಳ ಮೂಲಕ ಮನುಕುಲದ ಉದ್ಧಾರಕ್ಕೆ ಶ್ರಮಿಸಿದ ಶ್ರೀಗಳ ಸೇವೆ ಅಮೋಘ ಹಾಗೂ ಅನನ್ಯವಾದುದು.
1/2 pic.twitter.com/WvNjQDmkJJ— Basavaraj S Bommai (@BSBommai) January 2, 2023
સિદ્ધેશ્વર સ્વામી 2018માં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે પદ્મશ્રી એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો.પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થવા બદલ ભારત સરકારનો આભાર માનતા કર્ણાટકના વિજયપુરના આધ્યાત્મિક ગુરુએ કહ્યું કે,તેમણે હવે એક તપસ્વીનું જીવન ગ્રહણ કર્યું છે.સન્યાસી અને આધ્યાત્મિક વ્યક્તિ હોવાને કારણે તેમને પુરસ્કારોથી કોઈ ફરક પડતો નથી.તેણે કહ્યું કે હું સાધુ છું. હવે મારે આવા એવોર્ડની જરૂર નથી. હું સન્માનપૂર્વક આ એવોર્ડ પરત કરી રહ્યો છું.