કર્ણાટકઃ દશેરા અને દૂર્ગા પૂજાની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર
દિલ્હીઃ કર્ણાટક સરકાર દ્વારા દશેરા અને દુર્ગા પૂજા ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તમામ જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકાનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
કર્ણાટક સરકારે દશેરા અને દુર્ગા પૂજા ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. તમામ જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકાનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. મૈસુરુને છોડીને, અન્ય જિલ્લાઓને દશેરા અને દુર્ગા પૂજાની ઉજવણી માટે 400થી વધુ લોકો ભેગા ન થાય તેની ખાતરી કરવા કહેવામાં આવ્યું છે. મૈસુરમાં 500 લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમો, ચામુંડી પર્વતો પર 100 વ્યક્તિઓ અને વિજયાદશમીના દિવસે જંબુસવારી અથવા હાથીની શોભાયાત્રા માટે 500 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવશે. દશેરા કાર્યક્રમો માટે તૈનાત અધિકારીઓ અને મીડિયાએ RTPCR ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. માસ્ક પહેરવું અને સામાજિક અંતરની ખાતરી કરવી અનિવાર્ય રહેશે.
(Photo-File)