Homeગુજરાતીકાર્તિક આર્યનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ 'શહજાદા'નું એેક્શનથી ભરપુર શાનદાર ટ્રેલર રિલીઝ

કાર્તિક આર્યનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘શહજાદા’નું એેક્શનથી ભરપુર શાનદાર ટ્રેલર રિલીઝ

  • કાર્તિક આર્યનની ફિલ્મ શહજાદાનું ટ્રેલર લોન્ચ
  • એક્શનથી ભરપુર છે આ ટ્રેલર

મુંબઈઃ-કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘શહેઝાદા’નું ટ્રેલર આજે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ફરી એકવાર કાર્તિક અને કૃતિ સેનનની જોડી સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. સામાન્ય લોકો સુધી પહોંચીને ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલર ખૂબ જ શાનદાર જોવા મળે  છે. કાર્તિક અને કૃતિ સેનન સ્ટારર આ ફિલ્મનું નિર્દેશન રોહિત ધવન કરી રહ્યા છે. ‘શેહઝાદા’ એ અલ્લુ અર્જુનની ‘આલા વૈકુંઠપુરરામુલુ’ની સત્તાવાર હિન્દી રિમેક છે.

જૂઓ ટ્રેલર

 કાર્તિક અને કૃતિ લોન્ચ ઇવેન્ટમાં ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં પહોંચ્યા હતા. કાર્તિક ઓલ બ્લેક લુકમાં દેખાયો હતો જ્યારે કૃતિએ રેડ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

જો ટ્રેલર  વિશે વાત કરીએ તો તે એકદમ એક્શનથી ભરપુર છે. શરુાતમાં જ એક્શન સાથે કાર્તિકના અવાજમાં એક ડાયલોગ સંભળાય છે કે, ” જબ બાત ફેમેલી પે આયે તો બાત નહી કરતે એક્શન કરતે ગહે………આ સાથે જ ટ્રેલરમાં પરેશ રાવલ કાર્તિક આર્યનના પિતાની ભૂમિકામાં દેખાય છે, જે કહે છે કે તેને બાઉન્સર બનવું છે, જે લૌર અને કાર્તિક બંને કહે છે. તે જ સમયે, ટ્રેલરમાં, કાર્તિક પણ કૃતિ સેનનને પ્રભાવિત કરતો જોવા મળે છે

એટલું કહેવું રહ્યું કે  ફિલ્મ એક્શન, કોમેડી, રોમાન્સથી ભરપૂર છે. એટલે કે શહજાદા પાસેથી દર્શકોને મનોરંજનનો જબરદસ્ત ડોઝ મળવાનો છે. શહેજાદા ખરેખર શહેજાદા બતાવવામાં આવ્યો છે. જ્યારે તે પોતાના પિતાના ઘરમાં એન્ટ્રી કરે છે ત્યારે ફિલ્મની સાચી કહાનિ થાય છે શરુ આ માટે ાગળની કહાનિ જોવા માટે ફિલ્મ જોવી રહી. કાર્તિકનો વનવાસ પુરો થાય છે અને તે પોતાના ઘરે પરત ફરે છે. અને સર્જાય છે કોમેડિથી ભર્યા દ્રશ્યો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular